GTA 6 Launch :  ગેમિંગ જગતમાં લાંબા સમયથી રાહ જોવાતો દિવસ આખરે આવી ગયો છે. 13 વર્ષની રાહ જોયા પછી Grand Theft Auto 6 (GTA 6) આખરે લોન્ચ થઈ ગઈ છે. આ ગેમને લઈને દુનિયાભરમાં ખૂબ ઉત્સાહ છે. કેટલાક ગેમર્સ અગાઉથી વેકેશન લઈ રહ્યા છે, જ્યારે કેટલાક મધ્યરાત્રિએ ગેમ રમવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ ભવ્ય લોન્ચ વચ્ચે પ્લેસ્ટેશન યુઝર્સને ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો.

Continues below advertisement

GTA 6ના રિલીઝના કલાકો પહેલા સોનીના ઓનલાઈન ગેમિંગ નેટવર્ક PlayStation Network (PSN)માં ખામીના અહેવાલો સામે આવ્યા હતા. ઘણા યુઝર્સને તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં અને ગેમ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Continues below advertisement

18 નવેમ્બરે PlayStation Networkમાં આવી ખામી 

આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, 18 નવેમ્બરે  PlayStation Network સંબંધિત ફરિયાદોમાં અચાનક વધારો નોંધાયો હતો. 18 નવેમ્બરે અમેરિકામાં  મોટી સંખ્યામાં યુઝર્સને નેટવર્ક સમસ્યાઓની જાણકારી આપી હતી. રિપોર્ટ અનુસાર, એક સમયે ડાઉનડિટેક્ટર પર પ્લેસ્ટેશન સેવાઓ સંબંધિત 1,228 ફરિયાદો નોંધાઈ હતી. યુઝર્સનું કહેવું છે કે તેમનું ઇન્ટરનેટ કનેક્શન બરાબર કામ કરી રહ્યું છે, પરંતુ તેઓ તેમના પ્લેસ્ટેશન એકાઉન્ટ્સમાં સાઇન ઇન કરવામાં અને ઑનલાઇન સેવાઓ સાથે કનેક્ટ કરવામાં સમસ્યાઓ અનુભવી રહ્યા હતા. કેટલાક PS5 યુઝર્સે ફરિયાદ કરી હતી કે કન્સોલના ઇન્ટરનેટ કનેક્શન પરીક્ષણમાં પાસ થયા પછી પણ તેઓ ઑનલાઇન સેવાઓમાં લોગ ઇન કરવામાં અસમર્થ હતા.

સોનીએ એક એલર્ટ જાહેર કર્યું 

આ આઉટેજ દરમિયાન પ્લેસ્ટેશનના સત્તાવાર નેટવર્ક સ્ટેટસ પેજ પર એક ચેતવણી દેખાઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે યુઝર્સને ગેમ, એપ્લિકેશનો અને નેટવર્ક સુવિધાઓ લોન્ચ કરવામાં સમસ્યા આવી શકે છે. કંપનીએ ઝડપી ઉકેલનું વચન આપ્યું હતું. જો કે, થોડા કલાકો પછી પરિસ્થિતિમાં સુધારો થયો અને ડાઉનડિટેક્ટર પર ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. બાદમાં પ્લેસ્ટેશનના સ્ટેટસ પેજ પર સેવાઓ સામાન્ય રીતે કાર્યરત દેખાઈ હતી.

ન્યૂઝીલેન્ડ પછી ભારતમાં GTA 6 લોન્ચ થયું

GTA 6 19 નવેમ્બર, 2026ના રોજ મધ્યરાત્રિએ વિવિધ દેશોમાં સ્થાનિક સમય અનુસાર લોન્ચ થયું. ન્યૂઝીલેન્ડ એ પ્રથમ દેશોમાંનો એક હતો જ્યાં આ ગેમ ઉપલબ્ધ થઈ. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા બજારોમાં પ્રવેશી. ભારતમાં 19 નવેમ્બરના રોજ મધ્યરાત્રિએ 12 વાગ્યે આ ગેમ લોન્ચ થઈ. GTA 6ના લોન્ચ માટે ગેમર્સમાં ઉત્સાહ એટલો છે કે બ્રિટનમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ગેમ રમવા માટે રજા લીધી છે. આંકડા મુજબ, લગભગ 70,000 કંપનીઓના 1.2 મિલિયનથી વધુ કર્મચારીઓએ રજા લીધી હતી જેમાંથી 4.6 ટકા લોકોએ GTA 6ને કારણ ગણાવ્યું હતું.