WhatsApp Diwali Sticker: દિવાળીના તહેવાર નિમિત્તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે ખાસ સ્ટીકર આપ્યા છે. વૉટ્સએપ (WhatsApp) દિવાળીને ધ્યાનમાં રાખીને યૂઝ્સ માટે ‘Happy Diwali’ ના સ્ટીકર લઇને આવ્યુ છે. આની મદદથી તમે તમારા દોસ્તો અને પરિચિતોને દિવાળીનો મેસેજ મોકલી શકો છો. આ એક ખાસ ફિચર પેક જોડવામાં આવ્યુ છે, આ સ્ટીકર પેક Android યૂઝર્સની સાથે સાથે iOS યૂઝર્સ માટે પણ છે. તમે આને ડિફૉલ્ટ સ્ટીકર ટ્રે પરથી ડાઉનલૉડ કરી શકો છો. શું છે આને ડાઉનલૉડ કરવાની પુરી પ્રક્રિયા, જાણો........
દિવાળીની થીમ પર જ છે સ્ટીકર
વૉટ્સએપ (WhatsApp) એ આ સ્ટીકર ફિચર દિવાળીની થીમ પર બનાવી છે. જેથી લોકો પોતાના દોસ્તો અને પરિવારજનોને મોકલીને આ ફેસ્ટિવલને એન્જૉય કરી શકે છે. આમાં દરેક પ્રકારના સ્ટીકર સોશનીના તહેવાર દિવાળીથી જોડાયેલા છે. જો તમે વૉટ્સએપ એપમાં સ્ટીકર ટ્રે ના દેખાઇ રહી હોય તો આને અપડેટ કરી લો.
આ રીતે કરો ડાઉનલૉડ -
સૌથી પહેલા વૉટ્સએપ પર જઇને તેને કૉન્ટેક્ટ પર ક્લિક કરો જેને તમે સ્ટીકર મોકલવા માગો છો.
હવે ચેટ બારમાં બનેલી ઇમૉજી આઇકૉન પર ક્લિક કરો.
તમારે ઇમૉજી બૉર્ડની નીચે દિવાળીના સ્ટીકર દેખાશે.
જો તમે iOS ફોન યૂઝ કરો છો તો આ સ્ટીકર ઓપ્શન તમને ટેક્સ્ટ બારની રાઇટમાં દેખાશે. જ્યારે એન્ડ્રોઇડમાં આ GIF ઓપ્શનમાં આગળ હશે.
હવે Plus આઇકૉન પર ક્લિક કરતાં જ તમને દિવાળી સાથે જોડયેલા તમામ સ્ટીકર દેખાશે. અહીંથી તમે આને ડાઉનલૉડ કરીને આગળ મોકલી શકો છો. જો તમને આ પ્રૉસેસથી પણ સ્ટીકર ટ્રે ના દેખાઇ રહી હોય, તો તમે આ લિન્ક પર ક્લિક કરીને આને ડાઉનલૉડ કરી શકો છો.
WhatsApp Diwali Sticker
જ્યારે આ ડાઉનલૉડ થઇ જાય તો ચેટ ઓપ્શન પર જઇને આને અટેચ કરીને જેને મોકલવુ હોય તેનો મોકલી દો.