New Year 2025: નવું વર્ષ આવતીકાલથી એન્ટ્રી મારવાનું છે. કેલેન્ડર પરનું વર્ષ બદલાશે કારણ કે થોડા કલાકોમાં તારીખ બદલાશે. વર્ષ બદલાવાની સાથે કેટલાક નિયમોમાં પણ ફેરફાર થવાના છે. આ નિયમો WhatsApp અને UPI સહિતની સેવાઓ સાથે સંબંધિત છે, જેનો મોટાભાગના લોકો નિયમિત ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે આ નવા નિયમોની અસર લોકોના જીવન પર પણ પડશે. ચાલો જાણીએ કે નવા વર્ષથી કઇ-કઇ સર્વિસોના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે.


આ મોબાઇલ ફોન્સ પર નહીં ચાલે WhatsApp 
વૉટ્સએપ 2025ની શરૂઆતમાં લાખો એન્ડ્રોઇડ ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. વાસ્તવમાં, મેટાની માલિકીની આ એપ જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા એન્ડ્રોઇડ ફોન માટે તેનો સપોર્ટ બંધ કરી રહી છે. 1 જાન્યુઆરીથી સેમસંગનું Galaxy S3. Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, HTC One WhatsApp, L90 અને Motorolaના Moto G, Razr HD, Moto E 2014 વગેરે જેવા સ્માર્ટફોન્સ પર તેનું સમર્થન સમાપ્ત કરી રહ્યું છે.


બદલાઇ રહ્યો છે Prime Video નો આ નિયમ 
જાન્યુઆરી 2025 થી પ્રાઇમ વીડિયોમાં ઉપકરણ પ્રકાર પર મર્યાદા હશે. આ પછી યૂઝર્સ મહત્તમ 5 ઉપકરણો પર સ્ટ્રીમ કરી શકશે, જેમાં મહત્તમ 2 ટીવીનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે નવા વર્ષમાં જો કોઈ યૂઝર્સ એકસાથે 2 થી વધુ ટીવી પર પ્રાઇમ વીડિયો કન્ટેન્ટ સ્ટ્રીમ કરવા માંગે છે, તો તેને બીજા પ્રાઇમ એકાઉન્ટની જરૂર પડશે. મતલબ કે પૉકેટ મની વધવા જઈ રહી છે.


UPIના ટ્રાન્ઝેક્શનની લિમીટ વધશે 
1 જાન્યુઆરીથી UPI 123ની ટ્રાન્ઝેક્શન લિમિટ બમણી થઈ જશે. UPI123 એવી સર્વિસ છે જેની મદદથી ફિચર ફોન યૂઝર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે. અત્યાર સુધી આના પર ટ્રાન્ઝેક્શન લિમિટ 5,000 રૂપિયા હતી, જે 1 જાન્યુઆરી, 2025થી બમણી થઈ જશે.


આ પણ વાંચો


Year Ender 2024: હવે નહીં યૂઝ કરી શકાય ગૂગલની આ 5 સર્વિસ, કંપનીએ 2024માં કરી દીધી બંધ