Sanchar Saathi Portal: આજના યુગમાં મોબાઈલ ફોન દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આવી સ્થિતિમાં કોઈનો ફોન ખોવાઈ જાય તો જાણે બધું જ કામ ખોરવાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણી વખત જ્યારે લોકો બજારમાં જાય છે અથવા ક્યાંક ગીચ જગ્યાએ જાય છે ત્યારે ખિસ્સા કાતરૂના કારણે ફોન પણ હાથથી જાય છે અથવા તો ફોન ક્યાંકને ક્યાંક ભૂલાઇ જાય છે. આવી સ્થિતિમાં સૌ પ્રથમ પોર્ટલ પર જઇને આપનો ફોન બ્લોક કરી શકો છો.
જો આપની સાથે પણ ભગવાન ન કરે પણ આવી ઘટના બને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે ભારત સરકારના પોર્ટલ દ્વારા તમારા ફોનને ટ્રેક કરી શકો છો. તમે તેને બ્લોક પણ કરી શકો છો. આવો તમને આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.
જો તમારો ફોન ચોરાઈ જાય તો પહેલા આ કામ કરો
જો તમારો મોબાઈલ ચોરાઈ ગયો હોય. તો આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. તમારો ફોન ચોરાઈ ગયા પછી, તમારે સૌથી પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે. ત્યાં જઈને તમારે તમારા ખોવાયેલા સ્માર્ટફોન અંગે FIR નોંધાવવી પડશે. જો તમે નજીકના સ્ટેશન પર જઈ શકતા નથી.
તો તમે આ અંગે ઓનલાઈન એફઆઈઆર પણ નોંધાવી શકો છો. FIR દાખલ કર્યા પછી તમને એક ફરિયાદ નંબર મળશે. તેની નોંધ કરી રાખવો. આ પછી, તમે ભારત સરકારના સંચાર સાથી પોર્ટલ (Sanchar Saathi Portal) પર જઈને તમારો મોબાઈલ ફોન બ્લોક કરાવી શકશો. આ માટે તમારે જાતે જ પ્રોસેસ કરવી પડશે.
તમારા ફોનને આ રીતે બ્લોક કરો
તમે ભારત સરકારના સંચાર સારથી પોર્ટલ પર જઈને તમારો ફોન બ્લોક કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ https://sancharsaathi.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઓપ્શનમાં બ્લોક યોર લોસ્ટ/સ્ટોલન મોબાઈલના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સ્ક્રીનની સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે બ્લોક લોસ્ટ/ચોરાયેલ મોબાઈલ હેડસેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારા મોબાઈલ ફોનની જરૂરી વિગતો ભરવાની રહેશે. આ પછી તમારો મોબાઈલ બ્લોક થઈ જશે. તમે તેને ઓનલાઈન પણ અનબ્લોક કરી શકો છો.