WhatsApp Status Setting: યૂઝર્સની વચ્ચે સૌથી વધુ યૂઝ થનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ, જેમાં લગભગ 2 મિલિયન લોકો એક્ટિવ છે એવી એપ વૉટ્સએપને લઇને અમે તમને એક ટિપ્સ બતાવી રહ્યા છીએ. ખાસ કરીને તમારુ વૉટ્સએપ સ્ટેટસ કોઇ જોઇ પણ લે તો સામે વાળાને આની જાણ થઇ જાય છે, પરંતુ જો તમે વૉટ્સએપ સ્ટેટસ જુઓ અને તેની જાણ સામેવાળાને ના થાય તો કેવુ, આની એક સરળ ટિપ્સ અહીં છે. જુઓ.......
જ્યારે પણ કોઇ પોતાના વૉટ્સએપ સ્ટૉરી શેર કરે છે, તો તે સ્ટેટસને, યૂઝર્સના મોબાઇલ કૉન્ટેક્ટ લિસ્ટનું કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે. જો યૂઝરે હાઇડ નથી કરી રાખ્યો તો, આ વાતની જાણ સ્ટેટસ લગાવનારે આસાનીથી પડી જાય છે. તેને ખબર પડી જાય છે કે કોને કોને સ્ટેટસ જોયુ છે. પરંતુ અહીં અમે તમને એક એવી વૉટ્સએપ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે આસાનીથી કોઇનું પણ વૉટ્સએપ સ્ટેટસ ચોરીછુપીથી જોઇ શકશો અને સામે વાળાને જાણ પણ નહીં થાય.
વૉટ્સએપ રીડ-રિસિપ્ટને કરી દો ડિસેબલ -
વૉટ્સએપમાં કરવામાં આવેલા સેટિંગ્સમાં અવેલેબલ રીડ-રિસિપ્ટ ફિચરને બંધ કરી દો. હવે જો તમે કોઇને મેસેજ કરશો તો તમારા મેસેજ પર થનારા બ્લૂ ટિક હવે નહીં હોય. સાથે જ તમે કોઇપણ વૉટ્સએપ યૂઝરનુ સ્ટેટસ જોશો, તો તેને ખબર નહીં પડે કે તમારી પ્રૉફાઇલ સ્ટેટસ જોવામાં આવ્યુ છે. પરંતુ રીડ-રિસિપ્ટને બંધ કરવાથી તમે તમારુ વૉટ્સએપ સ્ટેટસ પર આ નહીં જોઇ શકો, કે તમારુ સ્ટેટસ કોણે જોયુ.
રીડ-રિસિપ્ટ આ રીતે કરો બંધ -
તમારા મોબાઇલમાં વૉટ્સએપ ઓપન કરો.
હવે એપના સેટિંગ્સમાં જાઓ.
હવે એકાઉન્ટ્સ સેટિંગ્સમાં જઇને પ્રાઇવસી ઓપ્શન સિલેક્ટ કરો.
હવે સામે દેખાઇ રહેલા રીડ રિસિપ્ટ ટૉગલને ડિસેબલ કરો.
હવે તમે વૉટ્સએપને બંધ કરીને ફરીથી ઓપન કરો અને તે સ્ટૉરીને જુઓ તેને તમે જોવા માંગો છો. હવે સ્ટૉરી અપલૉડ કરનારા યૂઝરને તમારા વિશે ખબર નહીં પડે.
ટેલીગ્રામ એપ -
વૉટ્સએપ ઉપરાંત તમે મેસેજિંગ માટે ટેલીગ્રામ એપનો પણ ઉપયોગ કરી શકો છો. આ પણ વૉટ્સએપ, ફેસબુકના જેવી જ છે. તમે આ એપને પણ વિના કોઇ ચાર્જથી ઉપયોગ કરી શકો છો. આના પર પણ તમે ઓડિયો, વીડિયો કૉલિંગ કરી શકો છો. બસ તમારા ફોનમાં ઇન્ટરનેટ હોવુ જરૂરી છે.