OnePlus Open 2: OnePlus નો આગામી ફૉલ્ડેબલ સ્માર્ટફોન OnePlus Open 2 ટૂંક સમયમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોનની લીક થયેલી વિગતોમાં ઘણા નવા અને અદભૂત અપગ્રેડનો ખુલાસો થયો છે. OnePlus Open 2 નવી અને આકર્ષક ડિઝાઇન ધરાવશે, જેમાં વિશાળ, રાઉન્ડ-આકારના કેમેરા મૉડ્યૂલ અને 10mm કરતાં પાતળી પાતળી પ્રૉફાઇલનો સમાવેશ થશે. આ સાથે ફોનના પાછળના ભાગમાં વળાંકવાળા કિનારો તેને વધુ પ્રીમિયમ લૂક આપશે. આ વખતે OnePlus Open 2 IPX8 રેટિંગ સાથે રજૂ કરવામાં આવશે, જે તેને સંપૂર્ણપણે વૉટરપ્રૂફ બનાવે છે. અગાઉના મૉડલના IPX4 રેટિંગ કરતાં આ એક મોટો સુધારો છે.


પરફોર્મન્સ અને હાર્ડવેર - 
OnePlus Open 2 માં Snapdragon 8 Elite પ્રૉસેસર આપવામાં આવશે, જે તેને ઉચ્ચ પ્રદર્શન ક્ષમતા પ્રદાન કરશે. ઉપરાંત આ સ્માર્ટફોન 16GB રેમ અને 1TB સુધી સ્ટૉરેજ વિકલ્પ સાથે આવશે.




ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 8-ઇંચની LTPO મુખ્ય સ્ક્રીન હશે, જે 2K રિઝૉલ્યૂશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત, 6.4-ઇંચની AMOLED કવર સ્ક્રીન પણ આપવામાં આવશે, જે તેને જોવાનો ઉત્તમ અનુભવ પ્રદાન કરશે.


કેમેરા અને બેટરી 
OnePlus Open 2 માં 50MP ત્રિપલ કેમેરા સેટઅપ અને બે સેલ્ફી કેમેરા (32MP અને 20MP) હશે. બેટરીની વાત કરીએ તો આ ફોન 5,900mAhની પાવરફુલ બેટરી સાથે આવશે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.


Rivals - 
OnePlus Open 2 ના લૉન્ચની આસપાસની અફવાઓ તેને 2024 માં અન્ય પ્રીમિયમ ફૉલ્ડેબલ સ્માર્ટફોન્સ સાથે સીધી સ્પર્ધામાં મૂકી રહી છે, ખાસ કરીને Snapdragon 8 Elite પ્રૉસેસર સાથેના ઉપકરણો. અદ્યતન ડિઝાઇન અને સુવિધાઓ સાથે, આ ફોન ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં એક અલગ ઓળખ બનાવવા માટે તૈયાર છે. OnePlus Open 2 તેની શાનદાર ડિઝાઈન, પરફોર્મન્સ અને નવી ટેક્નોલોજીને કારણે યૂઝર્સ માટે પ્રીમિયમ અનુભવ લાવવા જઈ રહ્યું છે.


આ પણ વાંચો


Year Ender 2024: હવે નહીં યૂઝ કરી શકાય ગૂગલની આ 5 સર્વિસ, કંપનીએ 2024માં કરી દીધી બંધ