How to Activate BSNL Sim Card: હાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે, જેના પછી લોકો BSNL તરફ વળી રહ્યા છે. છેલ્લા એક કે બે મહિનામાં લાખો યુઝર્સે તેમના નંબર બીએસએનએલમાં પોર્ટ કર્યા છે. BSNLના પ્લાન પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ કરતા સસ્તા છે પરંતુ મોબાઈલ નેટવર્કમાં ઘણી સમસ્યા છે.


જુલાઈ 2024 માં, ત્રણેય કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના પોસ્ટપેડ અને પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો. જેના કારણે ભારતના લાખો ટેલિકોમ યુઝર્સ પ્રભાવિત થયા હતા અને તેઓએ પોતાના ખિસ્સા ગુમાવવા પડ્યા હતા.


બીએસએનએલની 4જી સેવા કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ


હાલમાં BSNL 4G સેવા ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે અને 4G સિમ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્લાન મોંઘા હોવાના કારણે લોકો સતત BSNL તરફ વળ્યા છે. બીએસએનએલની 4જી સેવા કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. આવા વિસ્તારોમાં BSNL 4G સિમ પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે BSNL 4G સિમ એક્ટિવેટ કરવાની સાચી રીત કઈ છે અને તમે તમારા ફોનમાં સિમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તમને જણાવી દઈએ કે BSNL 4G સિમની હોમ ડિલિવરી પણ કરી રહી છે. BSNL એ ફેસબુક પર અનેક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.


BSNL ટૂંક સમયમાં તેની 5G સેવા પણ શરૂ કરી રહ્યું છે, 2025 ના અંત સુધીમાં તે BSNL તેની 5G સેવા શરૂ કરી દેશે. તેના માટે બીએસએનએલ 100,000 લાખ નવા ટાવર પામ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ડિસેમ્બર 2024 સુંધીમાં 80,000 હજાર નવા ટાવર સ્થાપીત કરી દેવામાં આવશે. 


BSNL 4G સિમ કેવી રીતે એક્ટિવેટ કરવું તે જાણો


1. સૌથી પહેલા ફોનમાં તમારું સિમ કાર્ડ લગાવો.
2. આ પછી નેટવર્ક આવવાની રાહ જુઓ.
3. તમને નેટવર્ક સિગ્નલ દેખાય કે તરત જ 1507 પર કૉલ કરો.
4. આ પછી, વેરિફિકેશન માટે સરનામું અને નામ જેવી માહિતી આપો.
5. એકવાર તમારું વેરિફિકેશન થઈ જાય પછી નંબર એક્ટિવેટ થઈ જશે.
6. આ પછી તમે કોલિંગ અને ઇન્ટરનેટ માટે સિમનો ઉપયોગ કરી શકશો.