આજકાલ સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નેનો બનાના છેલ્લા કેટલાક સમયથી ચર્ચામં હતું. ભારતીયોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે અલ્ટ્રા રિયાલિસ્ટિક 3D  તસવીર ખૂબ જ લોકપ્રિય છે. તમે લોકોને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ વગેરે જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 3D તસવીર શેર કરતા જોયા હશે. આ ફોટા ગૂગલના ઇમેજ ટૂલ જેમિની 2.5 ફ્લેશનો ઉપયોગ કરીને બનાવી શકાય છે.

Continues below advertisement

આ ફોટો સંપૂર્ણ સંપૂર્ણપણે AI જનરેટેડ ફોટા હોય  છે. સૌથી ખાસ વાત એ છે કે તે મફતમાં બનાવી શકાય છે અને મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. ચાલો જાણીએ આ 3D તસવીર  બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ.

સૌથી લોકપ્રિય ટ્રેન્ડ

Continues below advertisement

તમારી માહિતી માટે, બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને રાજકારણીઓ અને પાલતુ પ્રાણીઓ સુધી, ભારતીયો આ ટૂલ સાથે વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. આ ક્રેઝ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાયેલો છે. આ સુવિધા 2025 માં ChatGPT પછી સૌથી ઝડપથી વિકસતા AI ટ્રેન્ડ્સમાંની એક બની રહી છે.

આ રીતે બનાવી શકો છો 3D ઇમેજ

તમારી 3D તસવીર બનાવવા માટે, પહેલા તમારે બ્રાઉઝરમાં Google AI સ્ટુડિયો ખોલવું પડશે.

આ પછી, Try Gemini પર ક્લિક કરો. પછી તમારા Google એકાઉન્ટથી લોગ ઇન કરો.

હવે તમારે સ્ક્રીન પર દેખાતા વિકલ્પોમાંથી Nano Banana (Gemini 2.25 Flash Image) પસંદ કરવાનું રહેશે.

આ પછી, આગળ વધવા માટે બધા નિયમો અને શરતો સ્વીકારો.

પછી તમારે Run + બટન પર ક્લિક કરવું પડશે.

હવે તમારે નીચે આવતા પ્લસ આઇકોન પર ક્લિક કરીને ફોટો અપલોડ કરવો પડશે અને પ્રોમ્પ્ટ આપવો પડશે.   

પછી Run પર ક્લિક કરો. હવે થોડીક સેકન્ડ રાહ જુઓ. ફોટો તમારી સ્ક્રીન પર દેખાશે.

તમે ફોટો ડાઉનલોડ કરી શકો છો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.