WhatsApp Chat Lock Feature : વોટ્સએપે એક નવું પ્રાઈવસી ફીચર રજૂ કર્યું છે. જો તમને હંમેશા એવો ડર રહે છે કે કોઈ તમારા પાર્ટનરની ચેટ વાંચી શકે છે, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. વોટ્સએપ તમારા માટે ચેટ્સ લોક કરવાનું ફીચર લઈને આવ્યું છે. ચેટ લોક કર્યા પછી ફક્ત તમે જ તે ચેટને ઍક્સેસ કરી શકશો. લૉક થવા પર તમારી આખી ચેટ સુરક્ષિત ફોલ્ડરમાં જશે. સૌથી મોટી વાત એ છે કે વોટ્સએપ લોક ચેટ્સના મેસેજને નોટિફિકેશનથી પણ છૂપાવશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.


વોટ્સએપ ચેટ લોક ફીચર


આ ફીચર લૉક કરેલ ચેટ્સ માટે અલગ ફોલ્ડર બનાવે છે, જેમ કે આર્કાઇવ કરેલ ચેટ્સ. તમે ચેટ લોકના તે ફોલ્ડર પર ક્લિક કરીને લૉક કરેલી ચેટ્સને ઍક્સેસ કરી શકો છો. લૉક કરેલી ચેટ્સ ચેટ યાદીમાં દેખાતી નથી. આવી સ્થિતિમાં જો કોઈ તમારો ફોન એક્સેસ કરે તો પણ તેણે તમારા પાર્ટનરની ચેટ એક્સેસ કરતા પહેલા ચેટને અનલોક કરવી પડશે. લૉક કરેલ ચેટ ફોલ્ડર્સ ફક્ત તમારા ડિવાઇસ  પાસવર્ડ અથવા બાયોમેટ્રિક ઓન્થેટિકેશન  (ફિંગરપ્રિન્ટ) વડે ખોલી શકાય છે.


WhatsApp ચેટ કેવી રીતે લોક કરશો?


તમને WhatsApp ચેટ લૉક સુવિધા મળશે. તમે જે ચેટને લૉક કરવા માંગો છો તે ઓપન કરો. હવે ઇન્ફો સેક્શનમાં જાવ. નીચે સ્ક્રોલ કરો અને 'ચેટ લોક' વિકલ્પ પર ક્લિક કરો. પછી તમને તમારા ફિંગરપ્રિન્ટ વડે ચેટને લોક કરવા માટે એક સાઇન મળશે. આ પછી ચેટ એપના સુરક્ષિત ફોલ્ડરમાં જશે.


જ્યારે પણ તમે ચેટ ખોલવા માંગતા હોવ ત્યારે તમે ફક્ત લૉક કરેલા ફોલ્ડર પર ટેપ કરો. ચેટ પસંદ કરો અને તેને તમારી ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરો. iPhone યુઝર્સ ફેસ આઈડીનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. જો તમને હજી સુધી ફીચર મળ્યું નથી તો તમે WhatsApp અપડેટ કરી શકો છો અથવા થોડો સમય રાહ જુઓ.


WhatsApp Key: કૉમ્પ્યુટરમાં વૉટ્સએપ યૂઝ કરો છો, તો જાણી લો આ 9 શૉર્ટ કી, કામ થઇ જશે આસાન......


WhatsApp Desktop 9 shortcuts: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ દુનિયાભરમાં કરોડો યૂઝર્સની પહેલી પસંદ થઇ ચૂકી છે. વૉટ્સએપ વેબ તમારા કૉમ્પ્યુટર પર વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે એક જરૂરી ટૂલ છે. વૉટ્સએપનુ વેબ વર્ઝન ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના મોટાભાગના ફિચર્સને મોટી સ્ક્રીન પર એક્સેસ કરવુ આસાન બનાવે છે. ભલે પછી તમારો સ્માર્ટફોન ત્યારે તમારી પાસે કે આજુબાજુમા ન હોય. કેટલાક કીબૉર્ડ શૉર્ટકટ છે, જે પ્લેટફોર્મનનો ઉપયોગ કરવાનુ આસાન બનાવે છે. જો તમે માઉસ વિના કામ કરી રહ્યાં છો, તો આ શૉર્ટકટ ખાસ કરીને તમને કામ આવશે. અહીં કેટલાક વૉટ્સએપ વેબ કીબૉર્ડ શૉર્ટકટ આપવામાં આવ્યા છે, જેને તમારે જાણી લેવા ખુબ જરૂરી છે. 


ડેસ્કટૉપ યૂઝર્સ માટે વૉટ્સએપના મહત્વના 9 શૉર્ટકટ - 


Archive chat 
ચેટને અર્કાઇવ કરવા માટે તમારે Ctrl + Alt + Shift + E નો ઉપયોગ કરવો પડશે. 


​Pin chat 
કોઇપણ ચેટને પિન કરીને ટૉપ પર લાવવા માટે તમારે Ctrl + Alt + Shift + P નો ઉપયોગ કરવો પડશે