વાસ્તવમાં જ્યારથી કોરોના વાયરસ દેશમાં આવ્યો છે ત્યારથી લોકો આ કોલર ટ્યૂન સાંભળી સાંભળીને પરેશાન થઈ રહ્યાં છે. લોકો ઈન્ટરનેટ પર આ કોલર ટ્યૂન કઈ રીતે હટાવવી તેને સૌથી વધુ સર્ચ કરી રહ્યાં છે. શરૂઆતમાં અનેક સોશિયલ પર મીડિયા દાવો કરવામાં આવ્યો હતો કે, 1 દબાવવાથી કોલર ટ્યૂન બંધ થઈ જશે, પરંતુ આમ થયું નથી. હવે છેલ્લા 6 મહિનાથી લોકો આ કોલર ટ્યૂનને હટાવવા માટે અલગ અલગ રીત ગૂગલ પર શોધી રહ્યાં છે.
ગૂગલની રિપોર્ટમાં ઓગસ્ટ 2020માં સૌથી વધુ પૂછવામાં આવેલા ટોપ 5 સવાલમાં કોરોના કોલર ટ્યૂન કઈ રીતે હટાવવી તેને લઈને સવાલ પૂછવામાં આવ્યા છે. જેમાં જિયો નેટવર્ક પર કોલક ટ્યૂન હટાવવાને લઈને સૌથી વધુ સવાલ પૂછવામાં આવ્યો છે.
ઓગસ્ટમાં કોરોના સંબંધિત આ સવાલો સૌથી વધુ પૂછવામાં આવ્યા
- શું અમિત શાહ કોરોના પોઝિટિવ છે ?
- કપડા પર કોરોના કેટલો સમય સુધી રહે છે ?
- શું રશિયાને કોરોના વાયરસની દવા મળી ગઈ?
- જિયોના નંબર પર કોરોનાની કોલર ટ્યૂન કઈ રીતે બંધ કરવી ?
- ભારતમાં કોરોના વેક્સીન ક્યારે લોન્ચ થશે ?
- શું શરીરનું દર્દ કોરોનાનું લક્ષણ છે ?
- કોરોના થવા પર શરીર પર તાપમાન કેટલું થઈ જાય છે ?
- કોરોના લક્ષણ કેટલા દિવસમાં દેખાય છે ?
- શુ પ્રણવ મુખર્જીને કોરોના પોઝિટિવ છે ?
-એસપી બાલાસુબ્રમણ્યમને કોરોના કઈ રીતે થયો ?
કોરોના સિવાય ઓગસ્ટમાં ગૂગલ સર્ચ ટ્રેન્ડમાં પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ લોકોએ સર્ચ કર્યો. ગત મહિનામાં કોવિડ-19 સંબંધિત સર્ચમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યા. અમિત શાહ કોરોના વાયરસ કીવર્ડ સર્ચ +4,100 ટકા રહ્યો. તે સિવાય Vaccine for corona latestને લઈને +150 ટકા વધારો થયો છે. તે સિવાય કોરોના વાયરસ રસીને લઈને પણ ખૂબ સર્ચમાં વધારો થયો
ગૂગલ સર્ચના આંકડા પરથી એ ખબર પડે છે કે, લોકો કોરોના વાયરસથી કેટલા ભયભીત છે. તે સિવાય છેલ્લા 6 મહિનાથી સતત સંભળાઈ રહેલી કોરોના કોલર ટ્યૂન પણ હવે લોકોને પરેશાન કરી રહી છે.