નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટપોન બનાવતી કંપની Huaweiનો આગામી સ્માર્ટફોન Huawei P40 Pro માર્ચ 2020માં લોન્ચ થઈ શકે છે. અહેવાલ અનુસાર Huawei P40 Proમાં કુલ સાત કેમેરા હશે, જેમાંથી પાંચ રિયર અને બે ફ્રન્ડ સાઈટ કેમેરા આપવામાં આવશે.

જિમોચાઈનાના અહેવાલ અનુસાર, બેક સાઈડમાં આપવામાં આવેલ પાંચ કેમેરામાં વાઈડ-એંગલ લેન્સ, સિને લેન્સ, ટીઓફ (ટાઈમ ઓફ ફ્લાઈટ) સેંસર હશે. તેની સાથે જ આ પેરિસ્કોપ લેન્સ વાળો 10 એક્સ ઓપ્ટિકલ જૂમ અથવા 9 એક્સ ઓપ્ટિકલ ઝૂમવાળો એક ટેલીફોટો લેન્સથી સજ્જ હશે અથવા અલ્ટ્રાઈવડ લેન્સથી સજ્જ હશે.



સૂત્રો મુજબ કંપની આ સ્માર્ટફોનની કિંમત પ્રીમિયમ સેગમેન્ટમાં રાખશે. જોકે, બંને ડિવાઇઝની ચોક્કસ કિંમત અને સ્પેસિફિકેશની માહિતી લોન્ચિંગ બાદ જ મળશે.

ફોનના ફ્રંટ કેમેરા અંગે હાલ કોઈ માહિતી મળી નથી. ઉપરાંત હુવાવે પી40 પ્રોની સંભાવિત સ્પેસિફિકેશનની વાત કરીએ તો ‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોનમાં 6.5 અથવા 6.7 ઇંચના એચડી ડિસ્પ્લે મળી શકે છે. ઉપરાંત આ ફોન એન્ડ્રોઇડ 1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનની બેક પેનલમાં ચોરસ આકારનો કેમેરા સેટઅપ મળશે. યૂઝર્સને દમદાર પ્રોસેસર અને બેટરીનો સપોર્ટ પણ મળી શકે છે.