OnePlus 11R 5G Discount Offer: વનપ્લસ સ્માર્ટફોન ભારતીય બજારમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કંપનીના પ્રીમિયમ સ્માર્ટફોનમાં યુઝર્સને શાનદાર ફીચર્સ તેમજ ઉત્તમ કેમેરા સેટઅપ મળે છે. આ સંદર્ભમાં, અમે તમને જણાવીએ કે OnePlus 11R 5G કંપનીનો પ્રીમિયમ સ્માર્ટફોન માનવામાં આવે છે. હવે આ સ્માર્ટફોનની કિંમતોમાં જોરદાર ઘટાડો થયો છે. ખરેખર, આ ડિસ્કાઉન્ટ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહ્યું છે


OnePlus 11R 5Gની કિંમતમાં ઘટાડો


તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ કે 16GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે OnePlus 11R 5Gની વાસ્તવિક કિંમત ₹44,999 છે. પરંતુ તે Flipkart પર 20% ડિસ્કાઉન્ટ સાથે માત્ર ₹35,924માં ઉપલબ્ધ છે. આ સિવાય, જો તમે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 5% નું વધારાનું કેશબેક અને ₹ 1250 સુધીનું EMI ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.


OnePlus 11R 5Gના ફીચર્સ


ડિસ્પ્લે


તેમાં 6.74 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1450 nits બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.


કેમેરા સેટઅપ


OnePlus 11R ને પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે:


50MP પ્રાઇમરી        કેમેરા


8MP અલ્ટ્રા-વાઇડ સેન્સર


2MP મેક્રો સેન્સર


સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.


પ્રોસેસર અને પર્ફોર્મેસ:   


આ સ્માર્ટફોન Snapdragon 8+ Gen 1 ચિપસેટ સાથે આવે છે, જે 4nm ટેક્નોલોજી પર આધારિત છે. તેનું દમદાર પર્ફોમન્સ મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ માટે પરફેક્ટ   છે.


બેટરી અને ચાર્જિગ


 આ સ્માર્ટફોન 5000mAh બેટરી સાથે આવે છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન Android 13 પર આધારિત Oxygen OS 13 સાથે આવે છે.


સ્ટોરેજ અને ડિજાઇન


OnePlus 11Rમાં 18GB સુધીની રેમ અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજનો વિકલ્પ છે.તેની બેક પેનલ ગ્લાસ ફિનિશ અને ફ્રેમ પ્લાસ્ટિકની બનેલી છે.


OnePlus 11R 5G પ્રીમિયમ કેટેગરીમાં આવે છે અને તેના દમદાર ફીચર્સને કારણે યુઝર્સમાં લોકપ્રિય છે. તેનો ઉત્તમ કેમેરા, ઝડપી ચાર્જિંગ અને  હાઇ પરફોર્મંસ તેને બાકી  સ્માર્ટફોન્સથી અલગ બનાવે છે.


Motorolaના સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ


Motorola G85 5G સ્માર્ટફોન Flipkart પર 14 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનની અસલી કિંમત 20,999 રૂપિયા છે. પરંતુ ડિસ્કાઉન્ટ પછી તમે તેને 17,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર તમને 1850 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.


આ સ્માર્ટફોનમાં પોલેડ કર્વ્ડ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આ સાથે ફોનમાં 8GB રેમ સાથે 128GB સ્ટોરેજનો વિકલ્પ છે. પાવર માટે, ફોનમાં 5000mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.