Instagram Down: મેટા-માલિકીની ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના અહેવાલ છે. વેબસાઇટના આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ Downdetector.inએ પણ Instagram ના આઉટેજની પુષ્ટી કરી છે. અત્યાર સુધીમાં લગભગ 500 લોકોએ Downdetector પર આઉટેજની ફરિયાદ કરી છે. ઇન્સ્ટાગ્રામમાં આઉટેજ આજે એટલે કે 8 ઓક્ટોબરે સવારે 11.15 વાગ્યે શરૂ થયું હતું. 70 ટકા યુઝર્સે લોગિન અંગે ફરિયાદ કરી છે, 16 ટકાએ સર્વરમાં એરર અને 14 ટકાએ એપમાં સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.
આ સિવાય લોકોએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) પર પણ આ સમાચારની જાણકારી આપી અને ઇન્સ્ટાગ્રામમાં લોગિન ન થતું હોવાની ફરિયાદ કરી હતી. લોકોએ આ માટે ઘણી પોસ્ટ શેર કરી હતી. નોંધનીય છે કે ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા ભારત અને સમગ્ર વિશ્વમાં ઘણી વધારે છે.
લોકોએ સોશિયલ મીડિયા પર માહિતી આપી
ભારતમાં આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. આ કારણથી ઈન્સ્ટાગ્રામની સર્વિસ થોડીક સેકન્ડ માટે બંધ થઈ જાય તો સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ થઈ જાય છે. જો કે, આજની આઉટેજ અંગે ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના પુરાવા તરીકે સ્ક્રીનશૉટ શેર કર્યો અને કહ્યું કે ઇન્સ્ટાગ્રામ લોગિન કરવા પર Sorry, Something Went Wrong લખેલું જોવા મળી રહ્યું છે. જો કે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી ડાઉનડિટેક્ટર પર ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના અહેવાલોની સંખ્યા 100 થી ઓછી હતી. આ સિવાય જ્યારે અમે ઇન્સ્ટાગ્રામનો પણ ઉપયોગ કર્યો ત્યારે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું.
BGMI ના નવા અપડેટમાં આવ્યા છે આ પાંચ ખાસ ફિચર, જાણી લો શું-શું કરી શકાશે ?