ખાસ વાત એ છે કે નવા અપડેટ બાદ યૂઝર્સ પોતાની સ્ટોરીઝને પણ રી-સ્ટોર કરી શકશે, જો કે, સ્ટોરીઝને 30 દિવસ નહીં પરંતુ 34 કલાકની અંદર રી સ્ટોર કરી શકશે.
ઈન્સ્ટાગ્રામનું આ નવું ફીચર આવ્યા બાદ યૂઝર્સ 30 દિવસ જૂની પોસ્ટ પણ રી-સ્ટોર કરી શકશે. ડિલીટ થયેલી પોસ્ટને રી-સ્ટોર કરવાનો વિકલ્પ ઈન્સ્ટાગ્રામની એપની સેટિંગમાં મળશે. આ ફીચર ફોટો, વીડિયો, રીલ્સ અને IGTV વીડિયો માટે પણ કામ કરશે. હાલમાં આ ફીચર્સને ધીમે ધીમે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે.
નવા અપડેટ બાદ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલીટ કરવામાં આવેલી તસવીરો વીડિયો, રીલ્સ અને IGTV વીડિયો ટાઈમલાઈનથી હંમેશા માટે ડિલીટ થઈ જશે. પરંતુ કંપની તેને રિસેન્ટલી ડિલીટેડ ફોલ્ડરમાં રાખશે. જ્યાંથી તમે રિવ્યૂ કરીને 30 દિવસની અંદર રી-સ્ટોર કરી શકશો.
આ નવા ફીચર માટે સૌપ્રથમ ઈન્સ્ટાગ્રામ એપ અપડેટ કરો. તેના બાદ એપની સેટિંગમાં જઈને અકાઉન્ટમાં જાઓ અને રિસેન્ટલી ડિલીટેડ વિકલ્પને પસંદ કરો. આ રીતે ટીલિટ કરેલી પોસ્ટ રી સ્ટોર કરી શકાશે.