BSNL Data Plan Launch: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ બે નવા પ્લાન તાજેતરમાં જ લૉન્ચ કર્યા છે. આ બંને પ્લાન સાથે ગ્રાહકોને ઓછી કિંમતે ઘણા ફાયદા મળી રહ્યા છે. BSNL એ ભારત ફાઈબર યૂઝર્સ માટે આ પ્લાન લૉન્ચ કર્યા છે એટલે કે આ બંને પ્લાન બ્રૉડબેન્ડ પ્લાન છે. BSNLના આ પ્લાન્સમાં ફાઈબર બેઝિક OTT અને ફાઈબર બેઝિક સુપરનો સમાવેશ થાય છે. તેમાંથી ફાઈબર બેઝિક OTT પ્લાનની કિંમત 599 રૂપિયા છે, જેમાં 75Mbpsની સ્પીડ મળશે. જ્યારે સુપર પ્લાનની કિંમત 699 રૂપિયા છે અને તેમાં ગ્રાહકોને 125Mbpsની સ્પીડ મળશે.


હવે આ બંને પ્લાનના ફાયદા વિશે વાત કરીએ તો, આ બંને પ્લાન વર્તમાન અને નવા બંને ગ્રાહકો માટે છે. ફાઈબર બેઝિક OTT પ્લાનમાં દર મહિને 75Mbpsની ઝડપે 4000GB ડેટા ઉપલબ્ધ થશે. ડેટા ખતમ થયા બાદ યુઝર્સને 4Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળશે.


આ પ્લાન સાથે ગ્રાહકોને Disney + Hotstar સુપર પ્લાન અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. BSNLનો આ પ્લાન તમામ સર્કલના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. હવે ફાઈબર બેઝિક સુપર પ્લાનની વાત કરીએ તો તમને દર મહિને 125Mbpsની ઝડપે 4000GB ડેટા મળશે. ડેટા ખતમ થયા બાદ 8Mbpsની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે.