iPhone 15 series Price: ટેક દિગ્ગજ Apple એ પોતાની iPhone 15 સીરીઝ ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. કંપનીએ તેની લૉન્ચ ઇવેન્ટમાં 4 નવા આઇફોન iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લૉન્ચ કરી દીધા છે. આવું પહેલીવાર બન્યુ છે જ્યારે iPhone 15 સીરીઝમાં બે વસ્તુઓ થઈ રહી છે, જે પહેલા ક્યારેય નથી થઈ. પહેલું એ કે iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં નેનૉમીટર પ્રૉસેસર A17 Pro, ટાઇટેનિયમ બૉડી અને 4K60 FPS ઇમેજ ફિચર છે. બીજી સૌથી મોટી વાત એ છે કે iPhone 15 ભારતમાં તેની કિંમત 2 લાખ રૂપિયાથી માત્ર 100 રૂપિયા સસ્તો થયો છે.


iPhone 15 series ની કિંમત - 
ભારતમાં iPhone 15 Pro Maxના 1TB સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 1,99,900 રૂપિયા હશે, જે 2 લાખ રૂપિયાથી માત્ર 100 રૂપિયા ઓછી છે. જ્યારે ભારતમાં iPhone 15 Pro અને iPhone Pro Maxની શરૂઆતની કિંમત 1,59,900 રૂપિયા હશે અને તે 256GB, 512GB અને 1TB સ્ટૉરેજમાં ઉપલબ્ધ થશે.


iPhone 15 Pro અને iPhone 15 Pro Maxના ફિચર  - 
Apple iPhone 15 Pro અને iPhone 15 Pro Max એ iPhone 15 સીરીઝના ટોપ-એન્ડ વર્ઝન છે. આ બંને હેન્ડસેટ એપલના લેટેસ્ટ ચિપસેટ A17 Pro પર રન થાય છે, જેમાં Bionic બ્રાન્ડિંગ છે. A17 ચિપસેટ એપલનું નવું નેનૉમીટર પ્રૉડક્શન પ્રૉસેસર છે. જ્યારે iPhone 15 સીરિઝના iPhone 15 અને iPhone 15 Plusને એલ્યુમિનિયમ ફ્રેમ અને ફ્રૉસ્ટેડ બેક ગ્લાસ સાથે બ્લેક, પિંક, લીલો, બ્લૂ અને યલો 5 કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે iPhone 15 સીરીઝના ટોપ મૉડલ, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxને ટાઇટેનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમ સાથે લૉન્ચ કરવામાં આવ્યા છે. આ બંને ફોન બ્લેક, ગ્રે અને વ્હાઇટ કલર ઓપ્શનમાં 6.1 ઇંચ અને 6.7 ઇંચની સ્ક્રીન સાઇઝમાં લૉન્ચ કરવામાં આવ્યા છે.


iPhone 15 Pro અને Pro Max ના કેમેરા વિશે વાત કરીએ તો, તેમની પાછળની પેનલમાં ત્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 48MPનો મુખ્ય પૉટ્રેટ કેમેરો ઉપલબ્ધ હશે, જે નાઈટ મૉડમાં ઉત્તમ ફોટા ક્લિક કરે છે. નવો 24MP ફોટૉનિક કેમેરો ઉપલબ્ધ થશે, જે કસ્ટમાઇઝ કેમેરા અનુભવ પ્રદાન કરશે. ઉપરાંત ત્રીજા કેમેરામાં 5X ઓપ્ટિકલ ઝૂમ સાથે 12MP ટેલિફોટો કેમેરા હશે.