અમેરિકાના મેરિલેંડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા રહેતી બેકી બેકમેને વર્ષ 2012માં હેલોવીન પાર્ટીનું આયોજન કર્યુ હતું, તે સમયે તેનો ફોન ખોવાઈ ગયો હતો. લાખ કોશિશ કરવા છતાં તેનો ફોન મળ્યો નહોતો પરંતુ તાજેતરમાં તેને અચાનક ટોયલેટના કમોડમાંથી મળ્યો હતો.


કેવી રીતે ફોન મળ્યો


તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, આ એક રહસ્યમય ઘટના છે. પરંતુ 10 વર્ષ બાદ ચાલુ સપ્તાહે ટોયલેટમાં થયેલી એક સમસ્યાએ વર્ષો પહેલા બનેલી ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. તેણે લખ્યું, શૌચાલયમાં જ્યારે ફ્લશ કર્યુ ત્યારે કમોડમાંથી વિચિત્ર અવાજ આવતો હતો. શરૂઆતમાં મને ટોયલેટ જૂનું થઈ ગયું છે એટલે અવાજ આવતો હશે તેમ લાગ્યું. પરંતુ મારા પતિને તેમાં કઈંક ફસાયા હોવાનું લાગ્યું. તેમણે ટોયલેટની તપાસ કરી અને આ દરમિયાન તેના હાથમાં એવી ચીજ લાગી જે જોઈને તે દંગ રહી ગઈ. કારણે મારા પતિને 10 વર્ષ પહેલા ખોવાયેલો મારો ફોન મળ્યો હતો.




ક્યાં ફસાઈ ગયો હતો ફોન


આઈફોનની તસવીર ફેસબુક શેર કરીને તેણે લખ્યું, વર્ષોથી ટોયલેટની પાઇપમાં ફસાયો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે આઈફોન પાછળથી ખૂલી ચૂક્યો છે. તેની પોસ્ટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાકે લખ્યું 10 વર્ષ બાદ ટોયલેટમાંથી ફોન મળવો અશક્ય લાગે છે.




આ પણ વાંચોઃ


Bamboo Farming: આ ખેતીમાં જરૂર નહીં પડે ખાતર અને જંતુનાશકની, થશે સાત લાખનો નફો


વધુ કોલિંગ અને ઓછા ડેટા માટે BSNL નો આ પ્લાને છે Best, 200 રૂપિયાથી પણ ઓછી છે કિંમત


કડીના ગેસ્ટ હાઉસમાં 3 યુવકો 3 રૂપલલના સાથે મના વી રહ્યા હતા રંગરેલિયાં ને પોલીસ ત્રાટકી. જાણો શું થયું ? 


UNSCમાં ક્યા દેશે વીટો પાવરનો સૌથી વધારે વાર કર્યો છે ઉપયોગ ? 1971મા બાંગ્લાદેશ મુદ્દે ક્યા દેશે વીટો વાપરી ભારતને બચાવેલું ?