Apple Discontinues iPhones: અગ્રણી ટેક કંપની એપલે તેનો સસ્તો iPhone iPhone 16e લૉન્ચ કર્યો છે. આ નવો ફોન લૉન્ચ કર્યા પછી કંપનીએ તેના 3 આઇફોનને સત્તાવાર રીતે બંધ કરી દીધા છે. આ યાદીમાં iPhone SE, iPhone 14 અને iPhone 14 Plusનો સમાવેશ થશે. કંપનીના આ નિર્ણય પછી આઇફોન 16e એ એપલ દ્વારા વેચાતો સૌથી સસ્તો આઇફોન છે. જોકે, આ પહેલા iPhone SE 3 કંપનીનો સૌથી સસ્તો iPhone હતો. વળી, પ્રીમિયમ અને આધુનિક સુવિધાઓ શોધી રહેલા લોકો માટે iPhone 14 ને મૂલ્યવાન ઉપકરણ માનવામાં આવતું હતું.

Continues below advertisement

કેમ બંધ કરવામાં આવ્યા આ 3 આઇફોન ? ૧૬ સીરીઝ લૉન્ચ કર્યા પછી એપલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં iPhone ૧૪ અને iPhone ૧૪ પ્લસ બંધ કરશે. આવી સ્થિતિમાં iPhone SE 3 અને iPhone 14 ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો કારણ કે બજારમાં લાઈટનિંગ પોર્ટ ધરાવતા એકમાત્ર iPhones હતા અને EU એ હવે બધા ઉપકરણોમાં USB Type-C ફરજિયાત બનાવ્યું છે.

કેવી છે કેમેરા ક્વૉલિટી ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ iPhone 16e માં 48MP સિંગલ કેમેરા આપ્યો છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે આવે છે. વળી, ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા છે.

Continues below advertisement

ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત કનેક્ટિવિટી માટે, તેમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, NFC અને GPS સપોર્ટ જેવા ફિચર્સ છે. આ ફોનમાં એપલનો ઇમરજન્સી એસઓએસ વાયા સેટેલાઇટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

iPhone 16e ના ફિચર્સ અને કિંમત iPhone 16e માં 6.1-ઇંચની OLED સ્ક્રીન છે. તે iPhone 16 ની જેમ A18 ચિપસેટથી સજ્જ છે અને Apple Intelligence સુવિધાઓને સપોર્ટ કરે છે. તેમાં 48-મેગાપિક્સલનો સિંગલ રીઅર કેમેરા અને પ્રોગ્રામેબલ એક્શન બટન છે. ભારતમાં, iPhone 16e ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 59,900 રૂપિયા, 256GB વેરિઅન્ટની કિંમત 69,900 રૂપિયા અને 512GB વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો

Reliance Jio નો નવો ધમાકો, 949 રૂ.ના પ્લાન સાથે મળશે ફ્રી JioHotstar મેમ્બરશિપ