Apple iphone Battery: આઇફોન પર મળનારી બેટરી પર્સેન્ટેજ ઇન્ડિકેટર વાસ્તવમાં કોઇ નવી સુવિધા નથી. આઇફોનમાં પહેલાથી આ સુવિધા આપવામા આવતી હતી, જોકે આઇફોન Xની શરૂઆતની સાથે એપલે ડિસ્પ્લેની ટૉપ પરથી આ સુવિધા રિમૂવ કરી દીધી હતી. આના કારણે ડિસ્પ્લેના ટૉપ પર સિમીત રિયલ એસ્ટેટ હતા. હવે નવી iOS 16 અપડેટ રૉલઆઉટ થયાની સાથે, Apple એ iPhones પર બેટરી પરસેન્ટેજને ફરીથી શરૂ કરી દીધુ છે. આ વખતે ટકાવારી ઇન્ડિકેટર, બેટરી આઇફોનની અંદર સ્થિત છે. જો તમારી પાસે આઇઓએસ 16.1 કે નવી એડિશન પર ચાલનારો લેટેસ્ટ આઇફોન છે, તો અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે તમે IOS 16 માં કઇ રીતે બેટરી પરસેન્ટેજ શૉ કરી શકીએ છીએ. 


IPhone પર બેટરી પરસેન્ટેડ ઇન્ડિકેટર કઇ રીતે ઇનેબલ કરશો - 


સૌથી પહેલા એ કન્ફોર્મ કરી લો કે તમારા iPhoneની ઓપરેટિંગ સિસ્ટમ iOS 16.1 કે નવી એડિશન પર અપડેટેડ છે. આઇફોનના આ નવા અપડેટની સુવિધા વિના નૉચ વાળા iPhone SE 2022, નૉચ વાળા iPhone અને એટલે સુધી કે ડાયનામિક આઇલેન્ડ વાળા iPhone 14 Pro સહિત તમામ iPhone ની સાથે મળી રહી છે. આવો આને ઇેનબલ કરવાની પ્રૉસેસ જાણીએ.......... 


પોતાના આઇફોનને અનલૉક કરો.
હવે સેટિંગ્સમાં જાઓ. 
અહીં બેટરી પર ક્લિક કરો. 
બેટરી પરસેન્ટેડ ઇન્ડિકેટરને એનેબલ કરી દો.


 


Apple iPhones : તો ભારતમાં 30 થી 50,000 રૂપિયા સસ્તા થઈ જશે iPhone


iPhone Might Gets Cheaper: ટાટા ભારતનું એક મોટુ ગ્રૂપ છે અને હવે કંપની કર્ણાટકમાં સ્થિત આઈફોન મેનફૈકચરિંગ ફેસિલિટિ ખરીદવાને લઈને ભારતમાં ઉપલબ્ધ ત્રણ એપલ આઇફોન નિર્માતાઓમાંથી એક સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું સમુંસુતરૂ રહ્યું તો ટાટા ટુંક સમયમાં જ ભારતમાં એપ્પલ આઈફોન બનાવવાની શરુઆત કરશે. જેનો સૌથી મોટો લાભ એ થશે કે આઈફોનની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. ભારતીયોને હવે આઇફોન પર લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં રહે.


કેટલી છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની કિંમ?


માહિતી અનુસાર ટૉટા કર્ણાટકમાં આઇફોનનો જે મેન્યુફૈકચરિંગ પ્લાન્ટ છે જેની ખરીદી વિશે વિચારી રહી છે તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા સુધી આંવામાં આવી છે. આ કોઈ નાનો સોદો નથી પણ મોટી ડીલ છે કારણ કે ત્યાર બાદ કંપની ભારતમાં આઈફોન મોડલ્સનું પ્રોડક્શન શરૂ કરી દેશે.


ફોક્સકોન અને પેગાટ્રોન સાથે વિસ્ટ્રોન ભારતમાં ત્રણ આઇફોન નિર્માતાઓમાંનો એક છે. ટાટા મોટર્સ આ જ ફેસિલિટીની ખરીદી માટે વાતચીત ચલાવી રહી છે. માહિતી અનુસાર વિસ્ટ્રોનની આ ફેસિલિટી કર્ણાટકમાં આવેલી છે જેમાં iPhone SE, iPhone 12 અને iPhone 13નું પ્રોડક્શન કરવામાં આવે છે અને જો બધું બરાબર છે તો ટાટા તેનું નિર્માણ કરવાનું શરૂ કરી દેશે.


આઇફોન ની કિંમત માં આવશે ભારે ઘટાડો


ઉલ્લેખનીય છે કે, જો ટાટા વાતચીતમાં સફળ રહી તો આઈફોનના iPhone SE, iPhone 12 અને iPhone 13 મોડેલની કિંમતમાં 30,000 થી 50,000 રૂપિયાની છૂટ મળશે. જોકે આ મોડલ્સ પર કુલ કેટલું ડિસ્કાઉંટ મળશે એ વિશે કોઈ ચોક્કસ  માહિતી નથી. પરંતુ હાલ તો માનવામાં આવે છે કે જો ડીલ સફળ રહી છે તો આઇફોનના મોંઘા મોડેલ્સ માટે ગ્રાહકોને ખુબ જ ઓછી રકમ ખર્ચ કરવી પડશે.