iQOO Z9x 5G: સ્માર્ટફોન નિર્માતા IQOO એ તાજેતરમાં જ તેનો શાનદાર સ્માર્ટફોન Z9x 5G માર્કેટમાં લૉન્ચ કર્યો હતો. આ એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે જેની કિંમત 15 હજાર રૂપિયાથી ઓછી છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં 128GB સ્ટોરેજની સાથે 50 મેગાપિક્સલનો કેમેરો પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ સ્માર્ટફોનમાં 6000 mAhની પાવરફુલ બેટરી છે જે તેને લાંબા સમય સુધી ચાર્જ રાખે છે.


iQOO Z9x 5G ના ફીચર્સ
હવે જો આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે વાત કરીએ તો કંપનીએ તેમાં 6.72 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે 120hz નો રિફ્રેશ રેટ આપે છે. આ ઉપરાંત, તે 1000 નિટ્સની પીક બ્રાઇટનેસને પણ સપોર્ટ કરે છે. માટે આ ફોન તમને વધારે સુર્યપ્રકાશ પણ સ્ક્રીન જોવામાં મદદ કરશે. 


પ્રોસેસર- જો આ ફોન ના પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 6 જનરલ 1 ચિપસેટ સાથે શક્તિશાળી પ્રોસેસરથી સજ્જ છે. ગ્રાફિક્સ માટે તેમાં Adreno 710 GPU પ્રોસેસર છે. એટલે તમને તેનું શાનદાર પર્ફોમન્સ જોવા મળવાનું છે.    


કેમેરા- કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનમાં 50MP પ્રાઈમરી કેમેરા સાથે 2MP સેકન્ડરી સેન્સર છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 8MP ફ્રન્ટ કેમેરા છે. જે તમને વિડીયો કોલિંગ માટે ખૂબ કામ લાગશે.  


બેટરી- પાવર માટે, સ્માર્ટફોનમાં 6000 mAhની મજબૂત બેટરી છે. આ બેટરી 44 વોટ ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત, આ ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.


સુરક્ષા- ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય આ ફોન IP 64 રેટિંગ સાથે આવે છે એટલે કે આ ફોનને પાણી અને ધૂળથી પણ નુકસાન થતું નથી.


આ ફોનની કિંમત કેટલી છે? 
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે iQOO Z9x 5G ના 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,998 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,498 રૂપિયા અને 8GB + 12GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,998 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે તેને કાળા, સફેદ અને હળવા લીલા જેવા રંગોમાં ખરીદી શકો છો. આ ફોનને ઈ-કોમર્સ સાઈટ Amazon પરથી ખરીદી શકાય છે.