Jio data plan : ભારતમાં જુદીજુદી ટેલિકૉમ કંપનીઓ પોતાના ઇન્ટરનેટ ડેટા પ્લાન લૉન્ચ કરી રહી છે. જેમાં રાહકોને અનલિમીટેડ ઇન્ટરનેટથી માંડીને અનલિમીટેડ કૉલિંગ અને અન્ય સુવિધાઓ આપી રહી છે. હવે આ મામલે ભારતની ટેલિકૉમ દિગ્ગજ જિઓએ પણ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ પ્લાનને માર્કેટમાં મુકી દીધા છે. રિલાયન્સ જિઓએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે 2 નવા પ્લાન હમણાં લૉન્ચ કર્યા છે. આમાં કસ્ટમર્સને કૉલિંગ, MMS અને ઇન્ટરનેટ ડેટાનો બેનિફિટ્સ મળી રહ્યો છે. આ ઉપરાંત કંપની કેટલીક OTT એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે. જાણો આ પ્લાન તમારા માટે કેમ થઇ શકે છે ફાયદાકારક.



રિલાયન્સ જિઓના બે ખાસ પ્લાન 


Jioએ 739 અને 789 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. 739 રૂપિયાના પ્લાનમાં કસ્ટમર્સને 84 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS, અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત કંપની ગ્રાહકોને JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloudની એક્સેસ પણ આપે છે. 789 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ડેઇલી 2GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ પેકની વેલિડિટી પણ 84 દિવસની છે. આ સાથે કંપની JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloud પર સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.


આ પહેલા જિઓએ પોતાના પૉર્ટફોલિયોમાં કેટલાક નવા પ્લાન એડ કર્યા હતા. 269 ​​રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટાનો લાભ મળે છે. 529 રૂપિયા 56 દિવસ માટે 1.5GB ડેટા પ્રતિ દિવસ અને 589 રૂપિયા 56 દિવસ માટે ડેઇલી 2GB ડેટા ઓફર કરે છે. Jioની જેમ એરટેલ પણ 84 અને 90 દિવસ માટે 4 પ્લાન ઓફર કરે છે, જેની કિંમત 999, 839, 779 અને 719 રૂપિયા છે. 779 રૂપિયાનો પ્લાન 90 દિવસ માટે ડેઇલી 1.5GB ડેટા, 100 SMS અને અનલિમીટેડ કૉલિંગ લાભ આપે છે. આવી જ રીતે 84 દિવસ માટે 1.5GB પ્રતિ દિવસ 719 રૂપિયામાં, 2GB પ્રતિ દિવસ 839 રૂપિયામાં અને 2.5GB પ્રતિ દિવસ 999 રૂપિયામાં અવેલેબલ છે.                                                                                                             


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial