Free JioHotstar: જો તમે Jio સિમનો ઉપયોગ કરો છો તો Jio તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. JioHotstar સાથે તમને ફક્ત કોલિંગ અને ડેટા જ નહીં, પરંતુ અન્ય અનેક ફાયદાઓ પણ મળશે. અમે Jioના ₹749ના પ્રીપેડ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, જે યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે.
આ રિચાર્જ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ ડેટા ઓફર કરે છે, પરંતુ સૌથી અગત્યનું તેમાં JioHotstar સબ્સ્ક્રિપ્શન પણ શામેલ છે. આ રિચાર્જ પ્લાનમાં Canva Pro Lite અને ક્લાઉડ સ્ટોરેજ પણ મફતમાં શામેલ છે. તો ચાલો આ 749ના પેક સાથે તમને મળતા અન્ય ફાયદાઓ પર એક નજર કરીએ.
આટલા દિવસો માટે મફત JioHotstar
Jioનો ₹749ના પ્રીપેડ પ્લાન યુઝર્સને અદભૂત બેનિફિટ્સ પ્રદાન કરે છે. આ પેક યુઝર્સને 72 દિવસની વેલિટિડી સાથે મફત JioHotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરે છે. તમે ક્રિકેટ મેચ, વેબ સિરીઝ અને બ્લોકબસ્ટર મૂવીઝ જોવાનો આનંદ માણી શકો છો. મનોરંજનની સાથે Jio આ પ્લાનમાં અન્ય ઑફર્સ પણ આપે છે.
આ પ્લાનમાં યુઝર્સને 12 મહિના માટે કેનવા પ્રો લાઇટની મફત ઍક્સેસ પણ આપે છે, જેનાથી તેઓ અદભૂત પોસ્ટર્સ અને ગ્રાફિક્સ ડિઝાઇન કરી શકે છે. વધુમાં, ફોનની મેમરી ખતમ ન થાય તે માટે તે JioAICloud પર 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ પણ આપે છે, જ્યાં તમે મહત્વપૂર્ણ ફોટા અને દસ્તાવેજો સ્ટોર કરી શકો છો.
અનલિમિટેડ 5G ડેટા લાભો
જિયોનો રૂ. 749નો આ પ્રીપેડ પ્લાન 72 દિવસની વેલિડિટી સાથે આવે છે, એટલે કે તમારે લગભગ અઢી મહિના સુધી ફરીથી રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. ડેટાની દ્રષ્ટિએ યુઝર્સને દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. એટલું જ નહીં, કંપની આ પ્લાન સાથે 20GB વધારાનો ડેટા પણ મફતમાં આપી રહી છે. આ તમને સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન કુલ 164GB ડેટા આપે છે. વધુમાં જો તમારા વિસ્તારમાં Jioનું 5G નેટવર્ક ઉપલબ્ધ છે અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે તો તમે કોઈપણ વધારાના રિચાર્જ વિના અનલિમિટેડ 5G ડેટાનો પણ ઉપયોગ કરી શકો છો.
અનલિમિટેડ કોલિંગ અને ડેઇલી SMS
ડેટા ઉપરાંત આ પ્લાન કોલિંગના સંદર્ભમાં પણ અજોડ છે. Jio નું રૂ. 749 નું રિચાર્જ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગ ઓફર કરે છે. તમે લોકલ કે STD કોલ કરો છો તમે કલાકો સુધી કોઈ પણ વિક્ષેપ વિના વાત કરી શકો છો. નેશનલ રોમિંગ દરમિયાન પણ ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ સંપૂર્ણપણે મફત છે.
બેંકિંગ વેરિફિકેશન અથવા અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે આપણને ઘણીવાર ટેક્સ્ટ મેસેજ મોકલવાની જરૂર પડે છે. આને ધ્યાનમાં રાખીને આ પ્લાન દરરોજ 100 SMS મોકલવાની સુવિધા આપે છે. આનો અર્થ એ છે કે તમારી રોજિંદી વાતચીત અને કોમ્યુનિકેશનની બધી જરૂરિયાતો આ સિંગલ પેકમાં સરળતાથી પૂરી થાય છે. આ એવા યુઝર્સ માટે સંપૂર્ણ પેકેજ છે જે કામ માટે અથવા પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે દિવસભર કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
