નવી દિલ્હીઃ જો તમે વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છો, અને તમારે ડેલી વધુ ડેટાની જરૂર પડે છે, તો જિઓએ એવા કેટલાય શાનદાર પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં તમને ડેલી 3 GB ડેટા મળસે. કંપની તરફથી 3,499 રૂપિયા વાળા પ્લાન ઓફર કરવામાં આવ્યા છે, જેમાં તમને 365 દિવસની વેલિડિટી, ડેલી 3 જીબી ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને બીજી કેટલીય સુવિધાઓ મળે છે. આ ઉપરાંત જો તમે એક મહિનાનુ રિચાર્જ કરાવવા ઇચ્છો છો તો જિઓનો 401 રૂપિયાનો શાનદાર પ્લાન છે. જોકે જિઓના આ પ્લાનને ટક્કર આપવા માટે એરટેલ અને વૉડાફોનના પણ 3 જીબી ડેલી ડેટા વાળા શાનદાર પ્લાન ઉપલબ્ધ છે. જાણો તમારા માટે કયો પ્લાન બની શકે છે બેસ્ટ.......


Jioનો 401 રૂપિયા વાળો 3GB પ્લાન- 
જિઓના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળી રહી છે. પ્લાનમાં તમને દરરોજ 3 જીબી ડેટા મળશે, સાથે જ આ પ્લાનમાં ગ્રાહકોને 6 જીબી ડેલી વધારાનો ડેટા મળશે. એટલે કે યૂઝર્સને આ પ્લાનમાં ટૉટલ 90જીબી ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળી રહી છે. આ ઉપરાંત Disney+Hotstar VIP , Jia Tv, My Jio Cinema, Jio News અને Jio Security Appsનુ ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 


Vodafone Ideaનો 405 વાળો 3GB પ્લાન- 
જિઓના આ પ્લાનને ટક્કર આપવા માટે માર્કેટમાં વૉડાપોનનો શાનદાર 405 વાળો પ્લાન અવેલેબલ છે. આ પ્લાનમાં ડેલી 3GB ડેટા મળી રહ્યો છે. સાથે જ તમને 6GB ડેલી એડિશનલ ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પ્લાનમાં Disney+ Hotstar VIPનુ એક વર્ષનુ સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. 


Airtelનો 398નો પ્લાન- 
જો તમે 3GB ડેટા વાળો એરટેલનો પ્લાન ખરીદવા ઇચ્છી રહ્યાં છો તો તમને 398માં આ પ્લાન મળી જશે. આ પ્લાનમાં ડેલી 3GB ડેટા મળી રહ્યો છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તમને આમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 SMSની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં Airtel Xstream Premium ,Wink Music અને Shaw Academyનુ ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.