Jio Airtel Recharge Plans Hike: જિઓ અને એરટેલ યુઝર્સ માટે ઘણા પ્રીપેડ પ્લાન કાલે એટલે કે 3 જુલાઈથી મોંઘા થવા જઈ રહ્યા છે. હવે તમારી પાસે એક જ વિકલ્પ બચ્યો છે અને તે છે આખા વર્ષ માટે રિચાર્જ કરાવી લેવું. બંને કંપનીઓના વાર્ષિક રિચાર્જ 600 રૂપિયા મોંઘા થવા જઈ રહ્યા છે.


આવી સ્થિતિમાં તમે 365 દિવસ ચાલતા જિઓ અને એરટેલના વાર્ષિક પ્લાનથી રિચાર્જ કરી શકો છો જેથી તમે તમારા પૈસા બચાવી શકો છો. ચાલો બંનેના વાર્ષિક રિચાર્જ વિશે જાણી લઈએ.


જિઓ અને એરટેલ યુઝર્સ કરે આ કામ


સૌ પ્રથમ જિઓના વાર્ષિક રિચાર્જની વાત કરીએ, જેની કિંમત 2 હજાર 999 રૂપિયા છે. આ 365 દિવસની માન્યતા સાથે સૌથી કરકસરયુક્ત વાર્ષિક પ્લાન છે, જેમાં દરરોજ 2.5GB 4G ડેટા અને અનલિમિટેડ 5G ડેટા મળે છે. 3 જુલાઈ પછી, તેની કિંમત વધીને 3599 રૂપિયા થઈ જશે. જિઓના આ પ્લાનને તમે જલદીથી એક્ટિવેટ કરી શકો છો જેથી અનલિમિટેડ 5Gનો આનંદ માણી શકો, નહીંતર તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે.


જો તમારા વર્તમાન રિચાર્જ પ્લાનની વેલિડિટી હજુ બાકી છે તો પણ તમે આ પ્લાનથી રિચાર્જ કરાવીને તેને શેડ્યૂલ કરી શકો છો. હાલના પ્લાનની વેલિડિટી પૂરી થયા પછી નવો રિચાર્જ પ્લાન આપોઆપ સક્રિય થઈ જશે.


એરટેલના રિચાર્જમાં થશે આટલો ફાયદો


જિઓની જેમ જ એરટેલ પણ 3 જુલાઈ સુધી જૂના ભાવમાં જ રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહ્યું છે. જો તમે 3 જુલાઈ પહેલાં કોઈ વાર્ષિક પ્લાન લો છો તો તમને આખા વર્ષ માટે સસ્તા ભાવમાં જ પ્લાન મળી જશે. હાલમાં એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત 2 હજાર 999 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પેકમાં કંપની તમને દરરોજ 2GB ડેટા ઓફર કરે છે. જો તમે આ પ્લાનને 3 જુલાઈ પછી લેશો તો તમારે 600 રૂપિયા વધારે આપવા પડશે.


રિલાયન્સ જિયો અને એરટેલે હવે પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરીને યુઝર્સના ટેન્શનમાં વધારો કર્યો છે. Jioના પ્લાનની વધેલી કિંમતોને આવતા મહિનાથી લાગુ કરવામાં આવવાની છે. ત્યારે આ સમાચાર આવ્યા બાદ યુઝર્સ ચિંતામાં છે. પરંતુ જો તમે વધારે પૈસા ખર્ચવા માંગતા નથી તો અમે તમને કેટલાક એવા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને સારો એવો ફાયદો થશે પરંતુ આ તમામ પ્લાન માટે તમારે આ 3 જુલાઈ પહેલા રિચાર્જ કરાવવા પડશે.


એરટેલ અને જિયો બંનેએ યુઝર્સને 2 જુલાઈ સુધી રિચાર્જ કરવાની તક આપી છે. જો તમે 2 જુલાઈ સુધીમાં રિચાર્જ કરાવી લો છો, તો તમે પેહલા જેટલી જ કિંમતે રિચાર્જ કરી શકશો. Jio અને Airtel યૂઝર્સ એક વર્ષની વેલિડિટી માટે રિચાર્જ કરી શકે છે, જેનાથી તેમને ફાયદો થશે. જ્યારે Jioના પ્લાનની કિંમત 155 રૂપિયા હતી, હવે તમને તેટલાજ ફાયદા સાથે આ પ્લાન 189 રૂપિયામાં મળશે.


એરટેલનો 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે


હવેથી એરટેલનો 179 રૂપિયાનો પ્લાન તમને 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પરંતુ તમારે એક વાત જાણવાની જરૂર છે કે 2 જુલાઈ સુધી તમે જૂના ભાવવાળા રિચાર્જ પ્લાનથી જ રિચાર્જ કરાવી શકો છો, જેનાથી તમને ફાયદો થશે. જિયોએ તેના રિચાર્જ પ્લાનમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે.


પહેલા જિયોએ તેના રિચાર્જ પ્લાન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે Jio પછી એરટેલે પણ પોતાના ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની વાત કરી. બંને કંપનીઓએ 5G સેવા શરૂ કર્યા બાદ પોતાના પ્લાનમાં આ મોટો વધારો કર્યો છે. જો કે આ પહેલા પણ કંપનીઓએ કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ વખતે સમગ્ર પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ વખતે તમામ પ્લાન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે એવામાં 3 જુલાઇ સુધી બંને કંપનીઓ પોતાના યુઝર્સને જૂની કિંમતે રિચાર્જ કરવાની તક આપી રહી છે. તમને જણાવી દઈએ કે 3 જુલાઇ પેહલા જો તમે આ એન્યુઅલ પ્લાન એટલેકે વાર્ષિક પ્લાન કરાવો છો તો તમને જૂની કિંમત માં જ રિચાર્જ મડશે તેનાથી તમને ઘણો મોટો ફાયદો થઈ શકે છે. કારણ કે 3 જુલાઇ પછી નવા પ્લાન નવી કિંમતો સાથે લાગુ થઈ જવાના છે.