મુંબઇઃ આજના સમયમાં ઇન્ટરનેટ વિના એક મિનીટમા પણ રહેવુ સંભવ નથી. કેમ કે આજે દરેક લોકોના હાથમાં સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનમાં મોટુભાગનુ કામ ઇન્ટરનેટથી કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં ઓફિસ હોય કે ઘરે પણ લેપટૉપ, કૉમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટાનો લોકો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ માર્કેટમાં ટેલિકૉમ કંપનીઓ દરરોજ 1 જીબી, 1.5GB જીબી અને 2 જીબી સુધીના ડેટા પેક આપી રહી છે. આવામાં જલદી ઇન્ટરનેટ ડેટા પુરો થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે આજે અમે અહીં એવા ડેટા પ્લાન્સ વિશે બતાવી રહ્યા છીએ કે જેમાં તમને જલદી ઇન્ટરનેટ ડેટા ખતમ થવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે., જાણો 15 રૂપિયાથી ચાલુ થનારા આ પ્લાન્સમાં વિશે જેમાં મળી રહ્યો છે 12GB સુધી ડેટા .........
Jio 4G ડેટા વાઉચર -
રિલાયન્સ જિઓની પાસે અત્યારે કુલ ચારે ડેટા વાઉચર છે, ધ્યાન રાખો કે 4G ડેટા વાઉચર એડ -ઓન પ્લાનથી અલગ છે. જ્યારે પણ તમારો નૉર્મલ પ્રીપેડ પ્લાન ખતમ થઇ જશે, ડેટા વાઉચર પણ ખતમ થઇ જશે. જાણો આ વાઉચર વિશે......
Jio Rs 15 Voucher: રિલાયન્સ જિઓનુ 15 રૂપિયાનુ 4G ડેટા વાઉચર અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે, અને સૌથી સસ્તું 4G ડેટા વાઉચર છે. આ ડેટા વાઉચરની સાથે યૂઝર્સને 1GB ડેટા મળે છે.
Jio Rs 25 Voucher: જિઓના 25 રૂપિયાના 4G ડેટા વાઉચર 2GB ડેટાની સાથે આવે છે. આ તમને દરરોજ 2GB ડેટા ઓફર કરે છે.
Jio Rs 61 Voucher: 61 રૂપિયાના ડેટા વાઉચરની સાથે Jio 6GB ડેટા આપી રહ્યુ છે.
Jio Rs 121 Voucher: આ રિલાયન્સ જિઓનુ સૌથી મોંઘુ 4G ડેટા વાઉચર છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 12GB હાઇ-સ્પીડ ડેટા મળે છે.
Tricks: એન્ડ્રૉઇડ ફોનમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઇએ છે, તો કરી દો આ સેટિંગ્સ, જુઓ સ્ટેપ્સ...........
નવી દિલ્હીઃ આજના સ્માર્ટફોનનના જમાનામાં ઇન્ટરનેટ અને નેટવર્કની સારી સ્પીડ હોવી ખુબ જરૂરી છે. દરેક જગ્યાએ લોકોના હાથમાં તમને સ્માર્ટફોન મળી જશે, પરંતુ સારુ નેટવર્ક અને ઇન્ટરનેટની સ્પીડ નહીં મળી શકે. ઘણીવાર આપણા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવાની આપણે પરેશાન થઇ જઇએ છીએ, ઘણાબધા કામો કરી શકાતા નથી. જો તમે 4જી ઇન્ટરનેટની સ્પીડ ઝડપથી ફાસ્ટ કરવા માંગતા હોય તો અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ તમારા ફોન કરી દો, 4જી ઇન્ટનેટની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ઇન્ટરનેટ સ્પીડ વધારવા કરો આ સેટિંગ્સ.....
1- સૌથી પહેલા એ જાણી લો કે તમે રહો છો ત્યાં કૉપર કેબલની જગ્યાએ ત્યાં ફાઇબર કેબલનો કોઇ સર્વિસ પ્રૉવાઇડર છે કે નહીં. ફાઇબર કેબલમાં તમને ઇન્ટરનેટ અને નેટવર્કની સ્પીડ બન્ને સારી મળશે. એટલે ફાઇબર કેબલ વાળા નેટવર્કનો ઉપયોગ કરો.
2- જો હજુ પણ ફોનમાં ઇન્ટરનેટ ધીમુ ચાલી રહ્યું હોય તો ફોનમાં સેટિંગ્સ ચેક કરો. ફોનના સેટિંગ્સમાં જઇને નેટવર્ક સેટિંગમાં જાઓ, અહીં preferred type of network ને 4G કે LTE પર સિલેક્ટ કરો.
3- જો હજુ પણ નેટવર્કમાં પ્રૉબ્લમ આવતો હોય તો નેટવર્ક સેટિંગમાં Access Point Network એટલે APNનુ સેટિંગ ચેક કરો.
4- સારી સ્પીડ માટે યોગ્ય APNનુ હોવુ જરૂરી છે. એપીએન સેટિંગ્સના મેનૂમાં જઇને સેટિંગ્સને ડિફૉલ્ટ રીતે સેટ કરો. આનાથી તમારા ઇન્ટનરેટની સ્પીડ વધી જશે. 5- સ્પીડ વધારવી હોય તો સોશ્યલ મીડિયા એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જઇને તેમનુ ઓટો પ્લે વીડિયો મૉડ બંધ કરી દો. આ એપ વધુ ડેટા ખાય છે. આ ઉપરાંત બ્રાઉઝરમાં ડેટા સેવ મૉડમાં સેટ કરી દો. તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ વધી જશે.