Jio Rs 61 data Booster Recharge Plan: દેશની મોટી ટેલિકૉમ કંપની જિઓ ટેલિકૉમ પોતાના યૂઝર્સ માટે એક ખુશખબરી લઇને આવ્યુ છે. જિઓ હવે 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાન લઇને આવ્યું છે. કંપની આ રિચાર્જ પ્લાન સાથે 6GB ડેટાને બદલે 10GB ડેટા ઓફર કરી રહી છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 23 મેથી શરૂ થયેલી ક્વૉલિફાયર સાથે અંતિમ સપ્તાહમાં પ્રવેશવાની તૈયારીમાં છે. Jioના 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાનની ડિટેલ્સ.... 


ટેલિકોમ કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ડેટા બૂસ્ટર પેકમાંથી એકમાં હવે ડેટા લિમિટ વધારી દેવામાં આવી છે. 61 રૂપિયાના ડેટા બૂસ્ટર પ્લાનની સબ્સ્ક્રાઇબ કરનારા યૂઝર્સ હવે વધારાના 4GB ડેટાનો આનંદ માણી શકશે. નોંધનીય છે કે, પહેલા આ પેકમાં કુલ 6GB ડેટા મળતો હતો, એટલે કે હવે યૂઝર્સને 10GB ડેટા મળશે. Jio ડેટા બૂસ્ટર પેક પ્રાઇમરી પેક પર અને તેના ઉપર વધારાનો ડેટા ઓફર કરે છે, ખાસ કરીને જ્યારે વધુ ડેટાની જરૂર હોય છે તે સમયે..... 


ખરીદી માટે પાંચ અલગ અલગ ડેટા બૂસ્ટર પેક અવેલેબલ છે. વેબસાઇટ અનુસાર 15 રૂપિયાનું પેક 1 જીબી ડેટા ઓફર કરે છે, 25 રૂપિયાનું પેક 2 જીબી ડેટા ઓફર કરે છે, 61 રૂપિયાનું પેક 10 જીબી ડેટા ઓફર કરે છે, 121 રૂપિયાનું પેક 12 જીબી ડેટા ઓફર કરે છે અને 222 રૂપિયાનું પેક 50 જીબી ડેટા ઓફર કરે છે. તાજેતરમાં Jio એ JioEngage વિસ્તાર દ્વારા તેના MyJio એપ્લિકેશન યૂઝર્સને 1GB સુધીનો મફત મોબાઇલ ડેટા આપવાનું શરૂ કર્યું છે. MyJio એ એક પ્લેટફોર્મ છે જે Jio યૂઝર્સની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. તેનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર થઈ શકે છે. તે સર્વિસની એક લાંબી સીરીઝ ઓફર કરે છે, જેમ કે રિચાર્જિંગ, સંગીત, રમતગમત, મોબાઇલ બેંકિંગ, સમાચાર ફીડ, હેલ્થ કેર સર્વિસ અને બીજી કેટલીય છે. 


 


Internet Data: આઇપીએલની પ્લેઓફની મેચો જોવા આ કંપનીના પ્લાન છે બેસ્ટ, સસ્તામાં અનલિમીટેડ ઇન્ટરનેટ ડેટા, વાંચો....


Best Recharge Plan for Users: ભારતીય માર્કેટમાં અત્યારે Jio-VI અને Airtel સુધીની તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને સસ્તામાં અનલિમીટેડ ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા આપી રહી છે. જો તમે સસ્તામાં સારો પ્લાન ખરીદવાનુ વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને બેસ્ટ પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને Jio-VI અને Airtel આપી રહ્યું છે. આ પ્લાનમાં તમને ફ્રીમાં આઇપીએલ, ફિલ્મો અને અન્ય ટીવી શૉ જોવા મળી શકશે. અમે તમને અહીં ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર, વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.


રિલાયન્સ જિઓનો 269 રૂપિયાનો પ્લાન  -
આ રિલાયન્સ જિઓનો અફૉર્ડેબલ મન્થલી પ્રીપેડ પ્લાન છે, જેમાં ડેલી ડેટાની કોઇ લિમીટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં તમને દરરોજ 100 SMS, અનલિમિટેડ કોલ અને 25GB ડેટાનો લાભ મળે છે.


એરટેલનો 296 રૂપિયાનો પ્લાન  -
એરટેલના 296 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપનીમાં 30 દિવસો માટે તમને દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા આપે છે. જો તમારા એરિયામાં 5G નેટવર્ક આવી ગયું છે અને તમે 5G સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો તમે એરટેલની તરફથી આપવામાં આવી રહેલા 'ફ્રી અનલિમિટેડ 5G' ઑફરનો લાભ લઇને, ગમે તેટલો ડેટા યૂઝ કરી શકો છો. આ ઑફર હુબાહુ જિયોની જેમ એરટેલે શરૂ કરી છે, જેમાં કંપની લોકોને મફતમાં 5જી ડેટા યૂઝ કરવાની તક આપી રહી છે.


વૉડાફોન-આઇડિયાનો 296 રૂપિયાનો પ્લાન  -
Vodafone-idea તમારા પ્રીપેડ ગ્રાહકોને 296 રૂપિયામાં દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા 30 દિવસો માટે આપે છે. જો કોઈ કારણોથી આ ડેટા પેક જલદી પુરુ થઈ જાય તો તમે તમારા ડેટા રોલોવર પ્લાનને પણ પસંદ કરી શકો છો.