Jio BSNL recharge plans: Jioએ તાજેતરમાં દિવાળી ઓફરની જાહેરાત કરી હતી, જેમાં યુઝર્સને ફ્રી રિચાર્જ અને ડેટા વગેરેની ઓફર આપવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પાસે BSNLના વધતા યુઝર્સને પોતાની તરફ લાવવા માટે બે સસ્તા રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને અનુક્રમે 90 અને 98 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પ્લાન માટે યુઝર્સને ડેઈલી 10 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરવો પડે છે અને યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને ડેટા જેવા લાભ મળે છે.
રિલાયન્સ Jioના આ રિચાર્જ પ્લાન અનુક્રમે 899 રૂપિયા અને 999 રૂપિયામાં આવે છે. 899 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે, 999 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 98 દિવસની વેલિડિટી મળે છે. આવો, જાણીએ રિલાયન્સ જિયોના આ બે સસ્તા રિચાર્જ પ્લાન વિશે...
899 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયો તેના આ સસ્તા રિચાર્જ પ્લાનમાં 20GB એક્સ્ટ્રા ડેટા આપે છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 90 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગનો લાભ મળે છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો પણ લાભ મળે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ડેઈલી 2GB ડેટાનો લાભ મળે છે. યુઝર્સને આમાં ડેઈલી 100 ફ્રી SMS સહિત ઘણા અન્ય બેનિફિટ આપવામાં આવે છે.
999 રૂપિયાવાળો પ્લાન
Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 98 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને ડેઈલી 2GB ડેટાનો લાભ મળે છે. આ ઉપરાંત આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને સમગ્ર દેશમાં અનલિમિટેડ કૉલિંગનો લાભ મળશે. સાથે જ, યુઝર્સને ડેઈલી 100 ફ્રી SMSનો પણ લાભ મળશે. કંપની તેના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને JioTV અને JioCinema એપનું સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે.
જુલાઈમાં ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદથી BSNLના યુઝર્સમાં ભારે વધારો થયો છે. કંપનીએ જુલાઈ અને ઓગસ્ટમાં 55 મિલિયન નવા યુઝર્સ જોડ્યા છે. આ દરમિયાન સૌથી વધુ નુકસાન રિલાયન્સ જિયોને થયું છે. કંપનીના 40 લાખ યુઝર્સ ઘટી ગયા છે.
નોંધનીય છે કે, Jio સતત ત્રીજા ક્વાર્ટરમાં મોબાઈલ ડેટા ટ્રાફિકના સંદર્ભમાં આગળ છે. જિયોનો ડેટા ટ્રાફિક લગભગ 24 ટકા વધી રહ્યો છે. આ જ કારણ છે કે Jio ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં લીડર બનીને ઉભરી આવ્યું છે.
આ પણ વાંચોઃ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ