Jio 3 in 1 recharge plan: રિલાયન્સ જિયો (Reliance Jio) એ તેના ગ્રાહકોને ખુશ કરવા માટે એક શાનદાર ભેટ આપી છે. હવે તમારે ઈન્ટરનેટ, OTT સબસ્ક્રિપ્શન અને ડિજિટલ ટીવી માટે અલગ-અલગ રિચાર્જ કરવાની કોઈ જ જરૂર નથી. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ તેના બ્રોડબેન્ડ યુઝર્સ માટે 'Jio Home' નામથી નવા 3-ઇન-1 પ્લાન રજૂ કર્યા છે. આ એક જ રિચાર્જમાં તમને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, લાઈવ ટીવી અને મનોરંજન માટે OTT એપ્સની મજા એકસાથે મળશે. ખાસ કરીને ઘરમાં વાઈફાઈ વાપરતા લોકો માટે આ પેક આશીર્વાદ સમાન છે, જેમને હવે અલગ અલગ બિલ ચૂકવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી જશે. ચાલો જાણીએ આ ધમાકેદાર પ્લાન્સની તમામ વિગતો.
Jio નો 2122 રૂપિયાનો 3-ઇન-1 ધમાકા પેક
જો તમે ઈન્ટરનેટ, ટીવી અને OTT બધું જ એકસાથે ઈચ્છતા હોવ, તો કંપનીનો 2122 રૂપિયાનો પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાનની વેલિડિટી આમ તો 2 મહિનાની છે, પણ ખુશીની વાત એ છે કે કંપની અત્યારે 1 મહિનો વધારાનો ફ્રી આપી રહી છે! એટલે કે તમને કુલ 3 મહિનાની વેલિડિટી મળશે. જો મહિનાના હિસાબે ગણતરી કરીએ તો, આ શાનદાર પ્લાન તમને મહિને માત્ર 707 રૂપિયામાં પડશે.ફાયદાઓ: આખા મહિના માટે 100 Mbps ની સુપરફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ મળશે. સાથે જ 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલો અને YouTube Premium, Amazon Prime, SonyLIV, Zee5 જેવી 12 લોકપ્રિય OTT એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.
આ પણ વાંચોઃ Jio ની નવી ધમાકેદાર ઓફર: 15 OTT એપ્સ, 30GB ડેટા સાથે સિનેમા ટિકિટ પર મેળવો મોટું ડિસ્કાઉન્ટ
ફક્ત ડિજિટલ ટીવી જોનારા માટે ખાસ પ્લાન
જે યુઝર્સને ઈન્ટરનેટ નથી જોઈતું અને ફક્ત ડિજિટલ ટીવી સેવાનો જ ઉપયોગ કરે છે, તેમના માટે પણ જિયોએ એક સરસ પ્લાન બનાવ્યો છે.
આ પ્લાનની કિંમત 2000 રૂપિયા છે.
તેની વેલિડિટી 5 મહિનાની છે. એટલે કે, દર મહિને તમારા ખિસ્સામાંથી માત્ર 400 રૂપિયાનો ખર્ચ થશે.
આ પેકમાં ગ્રાહકોને 200 થી વધુ HD ચેનલો સહિત કુલ 1000 થી પણ વધુ લાઈવ ટીવી ચેનલો જોવાનો લહાવો મળશે.
આ પણ વાંચોઃ માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
ફક્ત વાઈફાઈ (WiFi) વાપરવા માંગતા લોકો માટેના વિકલ્પો
જે લોકો માત્ર ઈન્ટરનેટ સેવાઓ જ વાપરવા માંગે છે, તેમના માટે પણ Jio Home માં ખાસ વાઈફાઈ પેક્સ લોન્ચ કરાયા છે. આ પેક્સમાં 100 Mbps અને 30 Mbps એમ બે અલગ-અલગ સ્પીડના વિકલ્પો મળે છે:
100 Mbps પ્લાન: આ હાઈ-સ્પીડ પ્લાન લેવા માટે તમારે 3000 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં તમને 6 મહિનાની લાંબી વેલિડિટી મળશે. આ ગણતરી મુજબ તમને મહિને અંદાજે 500 થી 600 રૂપિયાનો ખર્ચ આવશે. જો તમારે ઓછી વેલિડિટી જોઈતી હોય, તો 1500 રૂપિયા આપીને 2 મહિનાનો વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો.
30 Mbps પ્લાન: જેમને સામાન્ય સ્પીડની જરૂર હોય તેમના માટે 2200 રૂપિયાનો પ્લાન છે, જેમાં 5 મહિનાની વેલિડિટી મળે છે. આ પેક તમને દર મહિને આશરે 450 રૂપિયામાં પડશે. આ સ્પીડ કેટેગરીમાં પણ કંપની 1100 રૂપિયામાં 2 મહિનાની વેલિડિટી વાળો બીજો નાનો વિકલ્પ ઓફર કરી રહી છે.
