ભારતભરના ઘણા યૂઝર્સ રિપોર્ટ કરી રહ્યા છે કે JioHotstar હાલમાં ડાઉન છે, જેના કારણે મૂવીઝ, ટીવી શો અને લાઇવ ઇવેન્ટ્સના સ્ટ્રીમિંગમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્લેટફોર્મમાં મુશ્કેલી સર્જાતા યૂઝર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.

Continues below advertisement

ઘણા વપરાશકર્તાઓ રિપોર્ટ કરે છે કે જ્યારે તેઓ એપ્લિકેશન ખોલવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે "નેટવર્ક એરર" દર્શાવે છે. પ્લેટફોર્મ પર એક સંદેશમાં લખ્યું છે: ''JioHotstar સાથે કનેક્ટ થઈ શકતું નથી. તમારા નેટવર્કમાં સમસ્યા હોઈ શકે છે.''

આના કારણે સબ્સ્ક્રાઇબર્સમાં નિરાશા જોવા મળી રહી છે.  કારણ કે સર્ચ, વોચ હિસ્ટ્રી અને લોગિન જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી અને ફક્ત હોમ અને સ્પોર્ટ્સ વિભાગો જ ઍક્સેસ કરી શકાય છે.

આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર અનુસાર, આ વિક્ષેપ વ્યાપક છે અને મોબાઇલ અને સ્માર્ટ ટીવી બંને વપરાશકર્તાઓને અસર કરે છે. સમસ્યાઓમાં  લોગિન  એરર અને સતત બફરિંગથી લઈને પ્લેટફોર્મ લોડ કરવામાં સંપૂર્ણ અસમર્થતાનો સમાવેશ થાય છે. ઘણા કિસ્સાઓમાં, હોમ અને સ્પોર્ટ્સ જેવા મર્યાદિત વિભાગો જ એક્સેસ કરી શકાય  છે, જ્યારે અન્ય શ્રેણીઓ - જેમ કે ટીવી શો, મૂવીઝ અને OTT ઓરિજિનલ્સ - સંપૂર્ણપણે નિષ્ક્રીય છે. 

JioHotstar એ સમસ્યાનો સ્વીકાર કર્યો છે પરંતુ તેના ઉકેલ માટે કોઈ સમય  આપ્યો નથી. એપમાં એક સંદેશ છે, "JioHotstar સાથે કનેક્ટ થઈ શકાતું નથી. તમારા નેટવર્કમાં કોઈ સમસ્યા હોઈ શકે છે."

ગ્રાહક સપોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ સમસ્યા ટેકનિકલ ભૂલને કારણે છે અને વપરાશકર્તાઓને ખાતરી આપી છે કે ટેકનિકલ ટીમ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. તેમણે અસુવિધા બદલ માફી માંગી અને વપરાશકર્તાઓનો ધીરજ રાખવા બદલ આભાર માન્યો.

આઉટેજ સામાન્ય રીતે સર્વર ઓવરલોડ, બેકએન્ડ બગ્સ અથવા પીક વપરાશના કલાકો દરમિયાન મોટા પાયે જાળવણીને કારણે થાય છે. ચાલુ તહેવારોની મોસમ, મુખ્ય ક્રિકેટ ઇવેન્ટ્સ અને OTT રિલીઝ લાખો દર્શકોને એક સાથે આકર્ષિત કરી રહી છે, તેથી પ્લેટફોર્મ પર માળખાકીય સુવિધાઓનો ભાર પડી શકે છે.