નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ JioFiber પૉસ્ટપેડ કેટેગરીમાં પોતાના યૂઝર્સ માટે કેટલાય નવા પ્લાનની જાહેરાત કરી છે. જેમાં પૉસ્ટ પેડ ગ્રાહકો માટે એક નવો 'ઝીરો એન્ટી કૉસ્ટ' પ્લાન 399 રૂપિયામાં અનલિમીટેડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સાથે આવે છે. આ પ્લાનમાં 100 રૂપિયામાં એક એન્ટરેન્ટમેન્ટ પ્લાન પણ એડ કરી શકો છો. નવો પ્લાન 22 એપ્રિલથી લાગુ થશે. ઝીરો એન્ટ્રી કૉસ્ટ પ્લાન અંતર્ગત જિઓ યૂઝર્સને ગેટવે રાઉટર, સેટ ટૉપ બૉક્સ મળશે, જેમાં નવો જિયોફાયબર પૉસ્ટપેડ કનેક્શન લેવા પર ફ્રી ઇન્સ્ટૉલેશન પણ સામેલ છે.
ટેલિકૉમ કંપની 399 રૂપિયા પ્રતિ માહથી શરૂ થનારા નવા પ્લાનમાં પોતાના યૂઝર્સ માટે અનલિમીટેડ ઇન્ટરનેટ ફ્રી આપી રહી છે. જિઓએ કહ્યું છે કે તેના યૂઝ્સ 100 રૂપિયા કે 200 રૂપિયા પ્રતિ માહનુ અલગથી પેમેન્ટ કરીને 14 ઓટીટી એપ્સનો ઉપયોગ કરવી શકશે. જિઓના 399 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 30 એમબીપીએસની સ્પીડ મળે છે. આમાં યૂઝર્સને અનલિમીટેડ ઇન્ટરનેટ મળી રહ્યું છે, આની વેલિડિટી 30 દિવસની છે.
અનલિમીટેડ એન્ટરટેન્ટમેન્ટ પ્લાન અંતર્ગત Jio યૂઝર્સને 14 OTT એપ્સનો એક્સેસ મળશે, જેનો ઉપયોગ મોટી કે નાની સ્ક્રીન અને કેટલાય ડિવાઇસ પર કરવામાં આવી શકે છે. 14 એપ્સમાં Disney+ Hotstar, Zee5, Sonyliv, Voot, Sunnxt, Discovery+, Hoichoi, ALTBalaji, Eros Now, Lionsgate, અને ShemarooMe, Universal+, Voot Kids, JioCinema સામેલ છે.
Jio યૂઝર્સ 399 રૂપિયા પ્રતિ માહના આ પ્લાન દ્વારા અનલિમીટેડ ઇન્ટરનેટ એક્સેસ કરી શક છે. એન્ટરટેન્ટમેન્ટ પ્લાન અંતર્ગત 100 રૂપિયા પ્રતિ માહ અલગથી આપવા પર યૂઝર્સ માટે 6 ઓટીટી મળશે, વળી યૂઝર્સ 200 રૂપિયા પ્રતિ માહમાં પ્લાનને અપગ્રેડ કરીને તમામ ઉપલબ્ધ 14 ઓટીટી એપ્સનો ઉપયોગ કરી શકે છે.
હાલના JioFiber પૉસ્ટપેડ યૂઝર્સ MyJio એપના માધ્યમથી નવા એન્ટરટેન્ટમેન્ટ બોનાન્ઝા ઓફરમાં અપગ્રેડ કરી શકે છે. યૂઝર્સ પોતાની પસંદના એન્ટરટેન્ટમેન્ટ પ્લાનનુ સિલેક્શન કરી શકે છે, અને સર્વિસનો ઉપયોગ કરવા માટે પહેલા પેમેન્ટ કરી શકે છે. આ બધાની વચ્ચે JioFiber પ્રીપેડ યૂઝર્સ MyJio એપમાં પૉસ્ટપેડમાં માઇગ્રેટ કરીને નવા પ્લાનમાં અપગ્રેડ કરી શકે છે.