Jio OTT Recharge Plans: વેબ સિરીઝ, શૉ કે ફિલ્મ જોવા માટે રાહ જોવી પડે છે. ઘણી વખત OTT પ્લેટફોર્મ પર અલગ રિચાર્જ કરવું પડે છે. આવી સ્થિતિમાં યૂઝર્સને મોટી રકમ ખર્ચ કરવી પડે છે, પરંતુ જિયોએ આ મુશ્કેલીમાંથી રાહત આપતા ઘણા પ્લાન રજૂ લૉન્ચ છે. Jio હવે તેના યૂઝર્સને એક ડઝનથી વધુ OTT સર્વિસનું સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.


જો તમે એક સાથે 12 થી વધુ OTT સર્વિસનો આનંદ માણવા માંગો છો અને તમારી પાસે Jio નંબર છે, તો તમે jioTV પ્રીમિયમ પ્લાનનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પ્લાન દૈનિક ડેટાની સાથે કૉલિંગ લાભો પણ આપે છે. આ સાથે તમે OTTનો આનંદ પણ લઈ શકો છો. આ પ્લાન માત્ર 148 રૂપિયાથી શરૂ થાય છે. આ સાથે કંપની વધારાનો ડેટા પણ આપે છે. ઉપરાંત પાત્ર યૂઝર્સને અમર્યાદિત 5G ડેટા મળે છે.


148 રૂપિયાનો OTT પ્લાન 
Jioનો સૌથી સસ્તો OTT પ્લાન 148 રૂપિયાનો છે, પરંતુ આ માત્ર ડેટા પ્લાન છે. આ પ્લાન યૂઝર્સને 10GB વધારાનો ડેટા આપે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ સાથે તમે SonyLIV અને ZEE5 જેવા 12 OTT પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ જોઈ શકો છો.


389 રૂપિયા વાળો જિઓ પ્લાન 
આ પ્લાન 28 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા આપે છે. આ સાથે 6 જીબી વધુ ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે. આ પ્લાન હેઠળ તમે SonyLIV અને ZEE5 જેવા 12 OTT પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ જોઈ શકો છો.


1198 રૂપિયા વાળો જિઓ ઓટીટી પ્લાન 
1198 રૂપિયાના પ્લાનમાં પણ Jio ઘણી બધી OTT મજા આપે છે. આ પ્લાન હેઠળ તમને 84 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ સાથે 18 જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે. વળી, અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા તમામ નેટવર્ક્સ પર ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે તમે પ્રાઇમ વિડિયો, ડિઝની+ હોટસ્ટાર જેવા 14 OTT પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકો છો.


4498 રૂપિયાનો જિઓ ઓટીટી પ્લાન 
આ Jioનો સૌથી મોંઘો પ્લાન છે. તેની વેલિડિટી 365 દિવસની છે. આમાં દરરોજ એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય દરરોજ 2 જીબી ડેટા વધારાનો મળે છે. આ પ્લાન સાથે, તમે પ્રાઇમ વિડિયો, ડિઝની+ હોટસ્ટાર જેવા 14 OTT પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકો છો. આ પ્લાન 78GB વધારાનો ડેટા પણ ઓફર કરી રહ્યો છે.