JIO PHONE PRIMA 4G Price: રિલાયન્સ જિઓના પૉકેટ-ફ્રેન્ડલી 4G ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે. કંપનીએ ભારતીય મોબાઈલ કોંગ્રેસ 2023માં JIO PHONE PRIMA 4G રજૂ કર્યો હતો. આ મોબાઈલ ફોનની કિંમત કંપનીના વાર્ષિક રિચાર્જ પેક કરતા ઓછી છે. આ 4G ફોન ખાસ કરીને એવા લોકો માટે લૉન્ચ કરવામાં આવ્યો છે જેઓ હજુ પણ 2G અથવા 3G નો ઉપયોગ કરી રહ્યા છે. આ ફોનમાં ગ્રાહકોને WhatsApp, Facebook, Jio Cinema અને અન્ય OTT એપ્સનો લાભ મળે છે.
જિઓ ફોનની કિંમત એકદમ ઓછી
કિંમત વિશે વાત કરીએ તો, તમે એમેઝૉન અને રિલાયન્સ ડિજિટલના અધિકૃત સ્ટૉર્સ પરથી JIO PHONE PRIMA માત્ર 2,599 રૂપિયામાં ખરીદી શકશો. આ ફોનમાં તમને Google Voice Assistantનો સપોર્ટ પણ મળે છે. તમે આ 4G ફોન દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો.
JIO PHONE PRIMA 4G ના સ્પેક્સ
સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ 4G ફોનમાં તમને 2.4 ઇંચની ડિસ્પ્લે મળે છે. આ પોકેટ ફ્રેન્ડલી ફોન 23 પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે, જે સામાન્ય માણસ માટે તેને ઓપરેટ કરવાનું ખૂબ જ સરળ બનાવે છે. ફોનમાં 1800 mAh બેટરી છે જે આરામથી 1 દિવસથી વધુ સમય સુધી ચાલી શકે છે. JIO PHONE PRIMA 4G માં તમને 0.3MP ફ્રન્ટ કેમેરા સેન્સર મળે છે. તમે સ્માર્ટફોનના સ્ટોરેજને 128GB સુધી વધારી શકો છો. ફોનમાં 512Mb રેમ છે. તેમાં મલ્ટીટાસ્કિંગ અને સારી સ્પીડ માટે ARM Cortex A53 ચિપસેટ છે.
આગામી મહિને લૉન્ચ થશે આ ફોન
Snapdragon 8 Gen 3 પ્રૉસેસરથી સજ્જ ભારતનો પહેલો ફોન આવતા મહિને લૉન્ચ થશે. IQ ભારતમાં 12 ડિસેમ્બરે IQOO 12 સ્માર્ટફોન લૉન્ચ કરશે. તમે તેને એમેઝૉન દ્વારા ખરીદી શકશો. તમે ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ જોઈ શકો છો જેમાં 50MP મેઇન કેમેરા, 50MP અલ્ટ્રા વાઇડ લેન્સ અને 64MP પેરિસ્કૉપ લેન્સ હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે કંપની ફ્રન્ટ પર 16MP કેમેરા આપી શકે છે. આ મોબાઈલ ફોન 5000 mAh બેટરી સાથે લૉન્ચ કરવામાં આવશે જે 120 વોટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં તમને 3X ઓપ્ટિકલ ઝૂમ અને 100x ડિજિટલ ઝૂમની સુવિધા મળશે.