Jio Recharge Plan: Jio પાસે 601 રૂપિયામાં અનલિમિટેડ 5G ડેટા સાથેનો એક શાનદાર પ્રીપેડ પ્લાન છે, પરંતુ આ પ્લાન બધા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. ચાલો જાણીએ કે આ પ્લાન સાથે કયા ફાયદાઓ ઉપલબ્ધ છે અને આ પ્લાન કોણ ખરીદી શકે છે.
Reliance Jioની પાસે સસ્તા અને મોંઘા બંને પ્રકારના રિચાર્જ પ્લાન્ છે. પરંતુ આ એવો ઘાંસુ પ્લાન પ્લાન છે. જે ઓછી કિમંતમાં અનલિમિડેટ 5જી ઓફર કરે છે. આ પ્લાનની કિંમત માત્ર 601 રૂપિયા છે. આ પ્રિપેડ પ્લાનને આપ ખુદ માટે કે ખરીદીને કોઇને ગિફ્ટ કરી શકો છો.
Reliance Jio Prepaid Plan
આ Jio પ્રીપેડ પ્લાન ચોક્કસપણે અનલિમિટેડ 5G ડેટા સાથે આવે છે પરંતુ આ પ્લાન સાથે એક શરત છે જેનું પાલન કરવું જરૂરી છે. શું શરત છે અને આ પ્લાન સાથે કયા ફાયદા આપવામાં આવી રહ્યા છે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી જાણીએ. રિલાયન્સ Jio અનુસાર, આ 601 રૂપિયાનો પ્રીપેડ પ્લાન નોન-5G પ્લાનને અનલિમિટેડ 5G પ્લાનમાં અપગ્રેડ કરે છે.
Jio 601 Plan: આ છે શરત
આ પ્લાનમાં એકમાત્ર શરત એ છે કે, તમારી પાસે અથવા તમે જેમને 601 રૂપિયાનું વાઉચર મેળવવા માંગો છો તેમની પાસે 1.5 જીબી હાઇ સ્પીડ ડેટાવાળો પ્લાન હોવો જોઈએ. આ શરતથી સ્પષ્ટ થાય છે કે 601 રૂપિયાના પ્લાનનો લાભ એવા લોકોને મળશે નહીં જેમના નંબર પર 1 જીબી ડેટાવાળો પ્લાન છે અથવા જેમણે 1899 રૂપિયાનો પ્લાન લીધો છે. 601 રૂપિયા ખર્ચવા પર, તમને રિલાયન્સ જિયો તરફથી 12 વાઉચર મળશે, દર મહિને એક વાઉચર.
આ રીતે ખરીદો 601નું વાઉચર
601 રૂપિયાનું વાઉચર ખરીદવા પર આપને https://www.jio.com/gift/true-5g પર જવું પડશે
આ બાદ આપ ખુદનો નંબર અથવા જે કોઇને વાઉચર ગિફ્ટ કરવા ઇચ્છો છો જિયો નંબર એન્ટર કરે
આપ પેમેન્ટ કરો છો કે તરત જ વાઉચર એક્ટિવ થઇ જાય છે.
લાભ કેવી રીતે મેળવવો: વાઉચર રિડીમ કરવા માટે, My Jio એપ ખોલો અને પછી વાઉચર વિભાગમાં જાઓ અને વાઉચર રિડીમ કરો અને અમર્યાદિત 5G ડેટાનો આનંદ માણો.
.