એરટેલની વોવાઈફાઈ સેવા માત્ર એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર પર કામ કરે છે. તેની વિરદ્ધ જિઓ વો-વાઈફાી સેવા તમામ પ્રકારની વાઈફાઈની સાથે કામ કરે છે. એરટેલેની વો-વાઈફાઈ સેવા હાલમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ સર્કલમાં ઉપલબ્ધ છે. કંપનીએ ટૂંકમાં જ આસેવાને અન્ય સક્લમાં પણ જારી કરવાની વાત કહી છે. ’
જિઓની આ સેવાની મદદથી ઇનડોર કોલિંગ વધારે સારી રીતે કરી શકાય છે. વોઈસ ઓવર વાઈફાઈની મદદથી ઇનડોર કોલિંગને વધારે સારી રીતે કરી શકાય છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે, ટેલીકોમ ઓપરેટર્સ આ સેવાની મદદથી વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષિત કરશે. તેની મદદથી તે સ્પર્ધાત્મક પેકેજ લઈને આવશે જેથી તેમની આવક અને સેક્ટરમાં પ્રતિસ્પર્ધા વધશે.
આ સેવાનો ઉપયોગ કરવા માટે ઉપભોક્તાઓને કોઈ અન્ય એપ અથવા લોગઇનની કોઈ જરૂર નહીં પડે. ગ્રાહક આ સેવા કોઈપણ વાઈફાઈ કનેક્શન દ્વારા ઉપયોગ કરીને ઘરની અંદર સારો કોલિંગ અનુભવ મેળવી શકે છે. આ ફીચરની મદદતી ટેલીકોમ ઓપરેટર્સ વ્ટોટ્સએપ જેવી એ એપ્સને ટક્કર આપશે જે કોલિંગની સુવિધા આપે છે.
વ્હોટ્સએપ, હાઈક, વીચેટ વગેરે પર વાઈફાઈ દ્વારા કોલિંગ કરવાનું ફ્રી છે. જિઓની સેવા સેમસંગ અને એપલ સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે, ટૂંકમાં જ આ સેવા શાઓમી અને વનપ્લસ સહિત અન્ય બ્રાન્ડ પર ઉપલબ્ધ હોગીથ વોઈસ ઓવર વાઈફાઈ ફીચર યૂઝર્સને નબળા નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરવાની સુવિધા આપે છે.