JioPhone Prima 4G: રિલાયન્સે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023માં પોતાના Jio Phone Prime 4Gનું અનાવરણ કર્યું હતું. જેને હવે કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે જિઓએ માર્કેટમાં પોતાના સસ્તાં સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. કંપનીએ JioPhone Prima 4G ફોન 2,599 રૂપિયામાં લૉન્ચ કર્યો છે અને આ ફોન દિવાળીની આસપાસ વેચાણ માટે ઉપલબ્ધ થશે. અહીં અમને તમને લૉન્ચ થયેલા નવા JioPhone Prima 4G ફોનની ખાસિયતો ડિટેલ્સમાં જણાવી રહ્યાં છીએ. 


JioPhone Prima 4Gની સ્પેશિફિકેશન્સ 
Jioના આ ફોનમાં 320x240 પિક્સલના રિઝૉલ્યૂશન સાથે 2.4 ઇંચની TFT ડિસ્પ્લે અને 0.3MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. JioPhone Prima 4G ફોનમાં તમને WhatsApp અને YouTube પહેલેથી જ ઇન્સ્ટૉલ થઈ જશે. ફોનની પાછળની પેનલમાં સ્પોર્ટ્સ રિયર LED ફ્લેશ લાઇટ સાથેનો કેમેરા ઉપલબ્ધ હશે. JioPhone Prima 4G ફોનમાં, તમને બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટી અને FM રેડિયો સાથે પ્રી-ઇન્સ્ટૉલ કરેલ Jio TV, Jio Cinema, Jio News અને Jio Pay UPI પેમેન્ટ એપ મળશે.


JioPhone Prima 4Gના ફિચર્સ 
Jioનો આ ફોન ARM Cortex A53 ચિપસેટ પર ચાલે છે, જે 512MB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે જોડાયેલો છે. જ્યારે JioPhone Prima 4G ફોન KaiOS પર ચાલે છે અને તેમાં 1800mAhની પાવરફુલ બેટરી છે.


વધુમાં, રિલાયન્સ જિઓએ તાજેતરમાં જ નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2023) ખાતે તેના MR ચશ્માનું અનાવરણ કર્યું, જેને Jio Glass તરીકે ઓળખવામાં આવે છે. કંપનીએ મૂળ રૂપે 2020માં તેની 43મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં Jio Glass લૉન્ચ કર્યા હતા. ગયા વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2022) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કંપનીના પ્રદર્શનમાં Jio Glass દ્વારા 5G ઉપયોગના કેસોનો અનુભવ કરવાની તક મળી હતી. આ વર્ષે ફરી એક વાર કંપનીએ રિલાયન્સ જિઓ બૂથ પર તેના ઉદઘાટન સ્માર્ટ ચશ્માનું ગૌરવપૂર્વક પ્રદર્શન કર્યું.


Jio ગ્લાસમાં મિક્સ્ડ રિયાલિટી (MR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યૂઅલ રિયાલિટી (VR)નું મિશ્રણ સામેલ છે. MR વાસ્તવિક દુનિયા અને વર્ચ્યૂઅલ ઑબ્જેક્ટ્સ વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયાને મંજૂરી આપીને ડિજિટલ સામગ્રી સાથે ભૌતિક વાસ્તવિકતાને મર્જ કરીને એક ઇન્ટરેક્ટિવ વાતાવરણ બનાવે છે.