What is Laser Internet and how it works? આજે દુનિયાભરમાં ઇન્ટરનેટ એક ખાસ અને મહત્વની જરૂરિયાત બની ચૂક્યુ છે. ઘર હોય કે ઓફિસ... દરેક જગ્યાએ ઇન્ટરનેટ વિના કોઇપણ કામ નથી થઇ શકતું, આ માટે વાઇફાઇ સેટઅપ દરેક જગ્યાએ ઇન્સ્ટૉલ કરેલું છે. અત્યારે આપણે બધા વાયરની મદદથી ઇન્ટરનેટ મેળવીએ છીએ, એટલે કે ઇન્ટરનેટ કનેક્શન પહેલા વાયર દ્વારા આપણા ઘરની આસપાસના થાંભલા પર આવે છે, આ પછી અહીંથી બીજા વાયર મારફતે આપણા સુધી પહોંચે છે. ખાસ વાત છે કે, વાઈફાઈ પહેલા ઘરમાં અલગ-અલગ ડિવાઇસીસમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે માત્ર વાયરનો ઉપયોગ થતો હતો. જોકે વાઈફાઈના આગમન સાથે વાયર વગર પણ નેટનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમ છતાં ઘર સુધી ઇન્ટરનેટ કનેક્શન લાવવા માટે વાયરની જરૂર રહે છે પરંતુ હવે આગામી સમયમાં આ બધુ જ બદલાઇ જવાનું છે.
લેસરની મદદથી મળશે ઇન્ટરનેટ -
દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ સાથે ભાગીદારી કરી છે, અને આ કંપની આગામી સમયમાં લેસર ટેક્નોલૉજીની મદદથી શહેરો અને ગામડાઓમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડશે, એટલે કે, તમારા ઘરની નજીક ઇન્ટરનેટ સુધી પહોંચવા માટે વાયરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અલગ-અલગ જગ્યાએ મશીન લગાવવામાં આવશે, જેની મદદથી ઈન્ટરનેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે.
જો આ વાતને ખુબ આસાની ભાષામાં સમજવી હોય તો, આ ટેક્નોલૉજી એવી જ રીતે કામ કરશે જે રીતે લેસર લાઈટ બાળકોને રમવા માટે બજારમાંથી મળે છે. તમે જોયું જ હશે કે બાળકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં લેસર લાઈટને ચમકાવતા રહે છે. આમાં મશાલમાંથી એક ફૉકસ પડે છે જે આપણને દેખાય છે. આવું જ કંઈક લેસર ઈન્ટરનેટમાં થશે, જ્યાં લાઈટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે અને ઈન્ટરનેટ વાયર વગર ટ્રાન્સફર થશે.
પ્રૉજેક્ટ Taara લાવશે રિવૉલ્યૂશન -
ઉલ્લેખનીય છે કે, આ લેસર આધારિત ઈન્ટરનેટ ટેક્નોલૉજી આલ્ફાબેટની કેલિફૉર્નિયા ઈનૉવેશન લેબમાં ડેવલપ કરવામાં આવી છે જેને X કહેવાય છે. આ પ્રૉજેક્ટને તારા -Taara નામ આપવામાં આવ્યું છે. આ ટેક્નોલૉજી ફાસ્ટ ઈન્ટરનેટ પહોંચાડવા માટે પ્રકાશ કિરણો (એટલે કે પ્રકાશ બીમ) નો ઉપયોગ કરે છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો દાવો છે કે આ પ્રૉજેક્ટ ફાયબર જેવા કેબલ વગર અદ્રશ્ય લાઇટ બીમની મદદથી હાઇ-સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકે છે. વેબસાઈટનો એવો પણ દાવો છે કે વાયરલેસ ઓપ્ટિકલ કૉમ્યૂનિકેશન ટેક્નોલૉજીની મદદથી 20 Gbpsની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.
Join Our Official Telegram Channel: