WhatsApp દરરોજ નવી સુવિધાઓ આવતી રહે છે. તે વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે, અને એટલા માટે કંપની પોતાના યૂઝર્સને હંમેશા પોતાની એપના પ્રત્યે આકર્ષિત રાખવા માટે નવા નવા ફિચર્સને ટ્રાય કરતી રહે છે, જે ફિચર્સ ટેસ્ટમાં સફળ થઇ જાય છે, તેમને સામાન્ય યૂઝર્સ માટે રૉલઆઉટ પણ કરી દે છે. 


વૉટ્સએપમાં આવ્યું એક નવું ફિચર 
આ વખતે વૉટ્સએપના નવા ફિચરની મદદથી યૂઝર્સ પોતાની વૉટ્સએપ ચેનલને પીન પણ કરી શકશે. અત્યાર સુધી વૉટ્સએપ યૂઝર્સ તેમના મનપસંદ સંપર્ક અથવા જૂથને તેમના ચેટબોક્સમાં સૂચિની ટોચ પર પિન કરતા હતા, પરંતુ વૉટ્સએપ ચેનલ સાથે આવું નહોતું. પોતાની ફેવરિટ વૉટ્સએપ ચેનલ પર અપડેટ્સ જોવા માટે યૂઝર્સે સર્ચ બોક્સમાં જઈને સર્ચ કરવું પડતું હતું, પરંતુ હવે આવું નહીં થાય.


વૉટ્સએપના નવા ફિચર્સ વિશે અપડેટ આપતી વેબસાઈટ WABetainfo અનુસાર, WhatsAppના આ ફિચરનું નામ પિન ચેનલ્સ છે. કંપનીએ આ ફિચર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં રિલીઝ કર્યું છે. આનો અર્થ એ છે કે હાલમાં આ ફિચર ટેસ્ટિંગ મોડમાં છે અને ટૂંક સમયમાં તે એન્ડ્રોઇડ ડિવાઇસના સામાન્ય યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.


ચેનલને પણ કરી શકો છે પિન 
આ રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ પણ દેખાઈ રહ્યો છે, જે બતાવે છે કે યૂઝર્સ તેમની મનપસંદ WhatsApp ચેનલને કેવી રીતે પિન કરી શકશે. અપડેટ્સ પર ક્લિક કર્યા પછી યૂઝર્સને ચેનલોની સૂચિ જોશે. જો તમે તમારી મનપસંદ ચેનલને પિન કરો છો, તો તે ચેનલના અપડેટ્સ હંમેશા ટોચ પર દેખાશે.


તમને જણાવી દઈએ કે આ ફિચર બિલકુલ એ જ રીતે કામ કરશે જે રીતે તેનો ઉપયોગ WhatsApp ચેટ બોક્સમાં કોઈપણ યૂઝર કે ગ્રુપના મેસેજને પિન કરવા માટે કરવામાં આવે છે. હવે વૉટ્સએપ કોન્ટેક્ટ્સ અને વૉટ્સએપ ગ્રુપ્સ સિવાય તમે વૉટ્સએપ ચેનલ્સને પણ પિન કરી શકશો.