WhatsApp: તેના યૂઝર્સના અનુભવને સતત બેસ્ટ બનાવવા માટે WhatsApp નિયમિત અંતરાલ પર કેટલીક નવી અને આકર્ષક સુવિધાઓ લૉન્ચ કરતું રહે છે. આ વખતે પણ વૉટ્સએપ એક આકર્ષક ફિચર લૉન્ચ કર્યું છે, જેની ઘણા યૂઝર્સે કલ્પના કરી હશે.


વાસ્તવમાં, વૉટ્સએપ યૂઝર્સને હવે એક ફિચર મળવા જઈ રહ્યું છે જેના દ્વારા તેઓ જાણી શકશે કે થોડા સમય પહેલા સુધી તેમના કોન્ટેક્ટ લિસ્ટમાંથી કયા લોકો ઓનલાઈન હતા. વૉટ્સએપના આ ખાસ ફિચરનું નામ રિસેન્ટલી ઓનલાઈન છે. આવો અમે તમને આ ખાસ ફિચર્સ વિશે જણાવીએ.


વૉટ્સએપનું નવું ફિચર 
WabetaInfo, એક પ્લેટફોર્મ જે WhatsApp પર આવતા તમામ નવા અપડેટ્સ અને સુવિધાઓ વિશે માહિતી પ્રદાન કરે છે, તેણે તેના એક અહેવાલમાં આ સુવિધાનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર વૉટ્સએપના આ નવા ફિચરનું નામ રિસેન્ટલી ઓનલાઈન છે અને તેનું રોલઆઉટ પણ શરૂ થઈ ગયું છે.


આ ફિચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsApp બીટા વર્ઝન 2.24.9.14 દ્વારા રૉલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક બીટા ટેસ્ટર્સ અગાઉના એન્ડ્રોઇડ અપડેટ 2.24.9.12ને ઇન્સ્ટોલ કરીને પણ આ ફિચરનું પરીક્ષણ કરી શકે છે.


ઓનલાઇન સ્ટેટસની પડશે ખબર 
તમને જણાવી દઈએ કે વૉટ્સએપે હાલમાં આ ફિચર તેના કેટલાક બીટા યૂઝર્સ માટે રિલીઝ કર્યું છે, પરંતુ આવનારા સમયમાં તેને સામાન્ય યૂઝર્સ માટે પણ રિલીઝ કરવામાં આવી શકે છે. જેમ તમે X (જૂનું નામ Twitter) પર આ વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ જોઈ શકો છો. વૉટ્સએપમાં આ નવા ફિચરની રજૂઆત બાદ યૂઝર્સને તેમના કૉન્ટેક્ટ લિસ્ટમાં રિસેન્ટ ઓનલાઈનનો નવો સેક્શન જોવા મળશે. તે વિભાગમાં તે સંપર્કોના નામ હશે જેઓ થોડા સમય પહેલા ઓનલાઈન હતા.


જોકે, આ ફિચરમાં યૂઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે યૂઝર્સે તેમની પ્રોફાઈલ લાસ્ટ સીન અને ઓનલાઈન અક્ષમ કરી દીધી છે, તેમની ઓનલાઈન સ્ટેટસ પણ રિસેન્ટલી ઓનલાઈન ફિચરમાં છુપાયેલ રહેશે. હવે જોવાનું એ રહે છે કે વૉટ્સએપ સામાન્ય યૂઝર્સ માટે આ ફિચર ક્યારે બહાર પાડે છે.