Microsoft Layoffs News: માઇક્રોસૉફ્ટના પૂર્વ કર્મચારીએ પોતાના લિન્ક્ડઇન પૉસ્ટમાં મોટો ખુલાસો કરતાં કહ્યું કે, તેને તેની આખી ટીમ સહિત ટેક દિગ્ગજ કંપની માઇકોસૉફ્ટે નોકરીમાંથી કાઢી મુક્યા છે. તેને બતાવવામાં આવ્યું કે તે માઇક્રોસૉફ્ટમાં એક પ્રૉડક્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. 


વંદન કૌશિકની લિન્ક્ડઇન પ્રૉફાઇલની એક પૉસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, તે કોઇ કંપની સાથે કામ કરવા માંગે છે. કેમ કે તેની તાજેતરમાં જ માઇક્રોસૉફ્ટમાંથી છટ્ટણી દરમિયાન નોકરી જતી રહી છે. વંદન કૌશિકે પોતાની પૉસ્ટમાં લખ્યુ કે તે સાઇટ પર, હાઇબ્રિડ કે દુરસ્થ સ્થાનો પર કામ કરવા ઇચ્છુક છે. તે તરત જ કંપનીની સાથે જોડાઇ શકે છે.


કંપની સાથે 8 વર્ષ સુધી કામ કર્યુ  -
વંદન કૌશિકે બતાવ્યુ કે, તેને માઇક્રોસૉફ્ટની સાથે 8 વર્ષ સુધી કામ કર્યુ છે. છટ્ટણી બાદથી જ તેના અને તેના સહયોગીઓનો એક કઠીન સમય પસાર થઇ રહ્યો છે. માઇક્રોસૉફ્ટમાં તેને કેટલાય પદો પર કામ કર્યું છે. આમાં વિજ્ઞાપન વિભાગ, સેલ ટીમ અને સેક્શન પર પણ કામ કર્યુ છે.  


લોકોનું મળ્યુ સમર્થન  -
પૂર્વ કર્મચારીએ કહ્યું કે, પોતાના બે દાયકાના કામ દરમિયાન સહકર્મીઓ અને લીડર ટીમ તરફથી પૉઝિટીવ અને સહાયક વલણ મળ્યું છે. આ માટે તે આભારી છે. તેને કહ્યું કે તે ત્યાં પણ હજુ કામ કરનારા કર્મચારી કે પૂર્વ કર્મચારી તેનુ સમર્થન કરી રહ્યાં છે.


વર્ષ 2023માં કોણે કેટલા કર્મચારીઓને કાઢી મૂક્યા


માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણી કરી છે


એમેઝોનના 8 હજાર કર્મચારીઓ


સેલ્સફોર્સમાં 8000 કર્મચારીઓ પણ


ડેલ લેપટોપ કંપનીના 6650 કર્મચારીઓ


IBM એ 3,900 કર્મચારીઓને છૂટા કર્યા


એસએપી 3 હજાર કાઢી મુક્યા


ઝૂમે 1,300ની છટણી કરી છે


કોઈનબેસે 950 કર્મચારીઓને છૂટા કર્યા


યાહૂએ 1,600 કર્મચારીઓની છટણી કરી છે


GitHub એ 300 કર્મચારીઓની છટણી કરી છે


આ કંપનીએ સૌથી વધુ છટણી કરી હતી


જાન્યુઆરીમાં મોટી કંપનીઓએ મોટા પાયે લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ગૂગલે તેના કર્મચારીઓના 6 ટકા ઘટાડ્યા, એટલે કે લગભગ 12,000 કર્મચારીઓને કાઢી મૂક્યા, જે તમામ કંપનીઓ કરતાં વધુ છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટે લગભગ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ સિવાય એમેઝોને 8 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા છે.


છટણીના યુગમાં પણ આ કંપનીઓ પાછળ રહી નથી.


સેલ્સફોર્સે તેના કુલ કર્મચારીઓમાંથી 8,000 કર્મચારીઓને છૂટા કર્યા. બીજી તરફ, ડેલે 6650, IBM એ લગભગ 3900, SAP એ 3000, ઝૂમે લગભગ 1300 અને કોઈનબેસે લગભગ 950 કર્મચારીઓની છટણી કરી છે. યાહૂએ હાલમાં જ તેના 20 ટકા કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. આ સિવાય 8 ટકા અથવા 600 લોકોને નોકરી આપવાની પણ વાત કરવામાં આવી હતી.


માઈક્રોસોફ્ટની માલિકીની GitHub એ પણ આગામી ક્વાર્ટરમાં તેના લગભગ 10 ટકા કર્મચારીઓ અથવા 300 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ગોડેડીએ 8 ટકા કર્મચારીઓને દૂર કરવાની માહિતી પણ આપી છે.