Live Tweeting Feature: ટ્વીટરના નવા માલિક એલન મસ્કે નવા ફિચરનું એલાન કર્યુ છે, આનુ નામ છે લાઇવ ટ્વીટિંગ (Live Tweeting) ફિચર છે. આ ફિચરની મદદથી યૂઝર્સ કોઇપણ ટ્વીટના લાંબ થ્રેડ બનાવી શકશે, ટ્વીટરના માલિકે ખુદ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ નવા લાઇવ ટ્વીટિંગ ફિચરનો એક ડેમો પણ શેર કર્યો છે. આને રીટ્વીટની સાથે શેર કરવામા આવ્યુ છે, એલન મસ્કે એક  લેખક Matt Taibbiના લાઇવ ટ્વીટને રીટ્વીટ કર્યુ, રીટ્વીટની સાથે કહ્યું કે, આ ઓથર આ ફિચરનો ઉપયોગ કરનારા પહેલા યૂઝર છે. એટલુ જ નહીં બહુજ જલદી ટ્વીટની કેરેક્ટર લિમીટ પણ 240 થી વધારીને 1000 કેરેક્ટર્સ સુધી કરવામાં આવી શકે છે. 


Matt Taibbi નામના યૂઝરે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી લાઇવ ટ્વીટ ફિચરની સાથે 33 ટ્વીટ કર્યા. જેને The Twitter Filesનુ નામ આપવામાં આવ્યુ. આ ટ્વીટને લઇને એલન મસ્કે બતાવ્યુ કે, ટ્વીટર ફાઇલ્સ આગામી દિવસોમાં આવશે. 






નવા ફિચર સાથે જોડાયેલી ડિટેલ્સ 
આ પહેલા એલન મસ્કે બતાવ્યુ હતુ કે, અમે કેટલાક ફેક્ટ્સને ડબલ ચેક કરી રહ્યાં છીએ, એલન મસ્કે આગળ બતાવ્યુ કે લાઇવ ટ્વીટિંગ ફિચરને એક સ્ટૉરીના ફૉર્મમાં ઉપયોગ કરવા માટે કરવામાં આવશે. આ ફિચરની મદદથી યૂઝર્સ ટ્વીટર પર સ્ટૉરી શરે કરી શકશે.


 


Elon Muskને જીવથી મારી નાંખવાનો ખતરો, બોલ્યા- કોઇ મારી શકે છે ગોળી, નથી ફરતો ખુલ્લી કારમાં.........


Elon Musk: દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્ક છેલ્લા કેટલાય સમયથી ખુબ ચર્ચામાં છે. હવે તેને એક ચોંકાવનારુ નિવેદન આપીને બધાને સ્તબ્ધ કરી દીધા છે. ટ્વીટરના નવા માલિક એલન મસ્કે કહ્યું કે, તેના જીવને ખતરો છે, તેને કોઇ ગોળી મારી શકે છે, આ કારણથી તે કોઇપણ ખુલ્લી કારમાં ફરવાનું પસંદ નથી કરતો. 


ખરેખરમાં, એલન મસ્ક ટ્વીટર સ્પેસ પર જોડાયેલા હા, તે દરમિયાન એક સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, કોઇપ મારી હત્યા કરી શકે છે, અને જો કોઇ કોઇને પણ મારવા ઇચ્છે તો તે એટલુ અઘરુ કામ નથી, જોકે, આશા રાખુ છું કે મારી સાથે આવુ ના થાય. એલન આગળ બોલ્યા - હું ખરેખરમાં કોઇ ખુલ્લી ગાડીમાં નથી ફરી શકતો.  


એલન મસ્કે આગળ કહ્યું - આપણ એક એવુ ભવિષ્ય જોવા માંગીએ છીએ, જ્યાં ઉત્પીડનનુ કારણ ના હોય, એક એવુ પ્લેટફોર્મ (Platform) બને જ્યાં વાતોને દબાવવામાં ના આવે, આપણ કોઇપણ જાતના ડર વિના ખુલ્લી રીતે પોતાનો મત વ્યક્ત કરી શકીએ, પોતાની વાતો કહી શકીએ. તેમને એ પણ કહ્યું કે જ્યાં સુધી કોઇ કોઇને નુકશાન ના પહોંચાડે ત્યાં સુધી તેને કહેવાની અનુમતિ હોવી જોઇએ.