Vodafone Idea: Vodafone-Idea ગ્રાહકોને આવનારા સમયમાં નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં ઇન્ડસ ટાવર્સ કંપનીને સપોર્ટ કરવાનું બંધ કરી શકે છે. VI એ ઇન્ડસ ટાવર્સની મુખ્ય કસ્ટમર છે અને કંપનીનું નેટવર્ક તેના પર કામ કરે છે. ભારતમાં કરવામાં આવતા દર 5માંથી 3 કોલ ઇન્ડસ ટાવર્સ દ્વારા કરવામાં આવે છે અને કંપનીનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. દરમિયાન ઈન્ડસે ટ્રાઈને કહ્યું છે કે કંપની VI ને નેટવર્ક સપોર્ટ આપવાનું બંધ કરી શકે છે કારણ કે વોડાફોન આઈડિયાએ લોન ચૂકવી નથી. ઈન્ડસ ટાવર્સે કહ્યું કે VIએ વ્યાજ સહિત કંપનીને 7,864.5 કરોડ રૂપિયા ચૂકવવાના છે પરંતુ કંપની આમ કરવામાં સતત નિષ્ફળ રહી છે. આ કારણે ઇન્ડસ VI ને નેટવર્ક સપોર્ટ આપવાનું બંધ કરી શકે છે.                     


22 કરોડ લોકો પર સીધી અસર


ઈન્ડસે ટ્રાઈને કહ્યું કે જો VI ચુકવણી નહીં કરે તો કંપની કોર્ટનો સંપર્ક કરી શકે છે અને ટેલિકોમ સેવાઓ પણ બંધ કરી શકે છે જેથી કંપનીને વધુ નુકસાન ન થાય. જેથી લોકોના મોબાઇલમાં નેટવર્ક અક્સેસ મળશે નહીં. ભારતમાં VIના 22 કરોડથી વધુ ગ્રાહકો છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટી રહ્યા છે. કારણ કે કંપની સતત ખોટ સહન કરી રહી છે, જેના કારણે ભવિષ્યમાં સામાન્ય લોકોને મુશ્કેલી પડી શકે છે.               


નોંધનીય છે કે ઈન્ડસ ટાવર્સ VI સહિત અન્ય ટેલિકોમ ઓપરેટરોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, જેની મદદથી દેશભરમાં ટેલિકોમ કંપનીઓના નેટવર્ક ઉપલબ્ધ છે. VI એ ઇન્ડસની મુખ્ય ગ્રાહક છે. આવી સ્થિતિમાં જો કંપની સમયસર પેમેન્ટ નહીં કરે તો ઈન્ડસને મોટું નુકસાન થઈ શકે છે અને કંપનીની સેવાઓને અસર થઈ શકે છે.           


5G લોન્ચ થશે કે નહીં?


VI ના 5G લોન્ચ વિશે હજુ સત્તાવાર રીતે કંઈ કહી શકાય નહીં કારણ કે કંપની સતત ખોટમાંથી પસાર થઈ રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં કેટલાક મોટા શહેરોમાં 5G લોન્ચ કરી શકે છે