Meta AI Chatbot in india: Metaએ ભારતમાં તેના AI ચેટબૉટને રૉલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જે પછી હવે ભારતીય યૂઝર્સ Metaના AI ચેટબોટનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ભારત સિવાય 12થી વધુ દેશો માટે આ સર્વિસ શરૂ કરી છે. યૂઝર્સ આ AI ચેટબોટનો ઉપયોગ પૈસા ખર્ચ્યા વિના ફેસબુક સિવાયના તમામ પ્લેટફોર્મ એટલે કે WhatsApp, Instagram અને Messenger પર કરી શકશે.
મેટાના AI ચેટબોટની ખાસ વાત એ છે કે, તે ટેક્સ્ટ સિવાય ઇમેજ પણ જનરેટ કરશે અને યૂઝર્સને આપશે. જેની મદદથી યૂઝર્સ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકશે. Meta ના AI ચેટબોટનો ઉપયોગ કરવા માટે તમે Meta.ai વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો.
AI ચેટબોટ રૉલઆઉટના સમાચાર બાદ ભારતીય યૂઝર્સ ખૂબ જ ઉત્સાહિત છે. ભારતમાં કરોડો લોકો ફેસબુક અને તેના અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ કારણે મેટા ભારતમાં યૂઝર્સ સાથે આ AI ચેટબોટનું પરીક્ષણ કરી રહ્યું હતું. થોડા દિવસો પહેલા ગૂગલે તેની AI ચેટબોટ જેમિની મોબાઇલ એપ્લિકેશનને 9 ભારતીય ભાષાઓમાં લૉન્ચ કરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે યૂઝર્સ કયુ AI ચેટબોટ પસંદ કરે છે.
યૂઝર્સ કઇ રીતે કરશે મેટા એઆઇનો યૂઝ
યૂઝર્સ અંગ્રેજીમાં Meta AI ચેટબોટનો ઉપયોગ કરી શકશે. યૂઝર્સે સર્ચ બારમાં Meta AI સર્ચ કરવાનું રહેશે, ત્યારબાદ ચેટ પેજનો વિકલ્પ ઉપલબ્ધ થશે. યૂઝર્સ અંગ્રેજીમાં કોઈપણ પ્રશ્ન લખીને મોકલી શકે છે. આ પછી, Meta AI તે પ્રશ્ન જનરેટ કરશે અને તેનો જવાબ આપશે. એટલું જ નહીં Meta's AI ચેટબોટ ઇમેજ જનરેટ કરશે અને તેને ટેક્સ્ટ ઉપરાંત યૂઝર્સને આપશે. યૂઝરે માત્ર ઈમેજ ટાઈપ કરવાની રહેશે, ત્યારબાદ ચેટબોટ જનરેટ કરશે અને તમને તમારી પસંદગીની તસવીર આપશે. તમે આ સર્વિસનો ઉપયોગ WhatsApp, Instagram, Facebook અને Messenger પર કરી શકશો.
આ દેશોમાં પણ રૉલઆઉટ થઇ એઆઇ ચેટબૉટ
ભારત ઉપરાંત Meta એ 12 થી વધુ દેશોમાં આ સુવિધા શરૂ કરી છે. જેમાં યુએસએ, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને ઝિમ્બાબ્વે જેવા દેશોના નામ સામેલ છે. અહીં પણ યૂઝર્સ આ સર્વિસનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે.