Meta : મેટા યૂઝર્સના પર્સનલ ડેટાને લઇને સતત કામ કરી રહી છે કારણ કે કંપની પર આ મુદ્દે ઘણી વખત આરોપ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પ્રાઈવસી અને ઓનલાઈન એક્ટિવિટી પર વધુ નિયંત્રણ આપવા માટે કંપનીએ એક્ટિવિટી ઓફ-મેટા ટેક્નોલોજી આપી છે. આ એક પ્રાઇવેસી સેટિંગ છે જે યુઝર્સને મેટા પ્લેટફોર્મ સાથે એપ્લિકેશનો અને વેબસાઇટ્સ શેર કરે છે તે ડેટાને જોવા અને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. આમાં બિઝનેસ અને ઓર્ગેનાઇઝેશન સાથે વાતચીતની જાણકારી સામેલ છે. આ ટૂલની મદદથી યુઝર્સ એ શોધી શકશે કે કયો બિઝનેસ મેટાને ડેટા મોકલી રહ્યો છે. જો કોઈ આવું કરે છે, તો તમે તેને રિમુવ કરી શકો છો અને ડેટા ક્લિયર કરી શકો છો.


ઇન્સ્ટાગ્રામને તમારી ઇન્ટરનેટ એક્ટિવિટીને ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું


 


-સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો. પછી પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો.


-પછી ઉપરના જમણા ખૂણામાં ત્રણ લાઇન આપવામાં આવી છે તેના પર ટેપ કરો. પછી Settings and Privacy પર જાવ.


-આ પછી Activity પર ટેપ કરો. આ પછી Activity Off Meta Technologies પર જાવ.


-આ પછી Disconnect Future Activityનું ટૉગલ ઓન કરી દો. આ સાથે ઇન્સ્ટાગ્રામ તમને ટ્રેક કરી શકશે નહીં.


-જો તમે તમારી અગાઉની એક્ટિવિટીને મેનેજ કરવા માંગો છો તો નીચે આપેલા સ્ટેપ્સનું પાલન કરો.


- Activity Off Meta Technologies પેજ પર જાવ અને પછી Your Information and Permissions પર ટેપ કરો. -આ પછી કેટલાક વિકલ્પો આપવામાં આવશે જેમાંથી જો તમે Manage Future Activity અને Disconnect Future Activity પસંદ કરો છો તો પહેલાની એક્ટિવિટી બંધ થઈ જશે.


 


ફેસબુકને તમારી ઈન્ટરનેટ એક્ટિવિટી ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું


-સૌથી પહેલા ફેસબુક પ્રોફાઇલ પર જાવ. પછી ઉપરના જમણા ખૂણામાં આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.


-આ પછી Settings & Privacy પર જાવ અને Settings પર ટેપ કરો.


-આ પછી Your Facebook Information  પર જાવ અને Off-Facebook Activity  પર જાવ.


-આ પછી Manage Your Off-Facebook Activity પર ક્લિક કરો. પછી Manage Future Activity  પર ટેપ કરો.


-હવે Future Off-Facebook Activity ને ટૉગલ ઓફ કરી દો.