Meta Latest News: ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ લેટેસ્ટ AI મૉડલ લૉન્ચ કર્યું છે. મેટાએ તેના લેટેસ્ટ ઇન્ટીગ્રેશનને લામા 3.1 નામ આપ્યું છે. મેટાનું આ નવું ઓપન સૉર્સ મૉડલ અગાઉના AI મૉડલ્સ કરતાં મોટું અને વધુ મૉર્ડન છે. આ અંગે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
આ નવા મૉડલ વિશે માહિતી આપતા માર્ક ઝકરબર્ગે કહ્યું કે, અમે વધુ એક મોટું AI મૉડલ બહાર પાડી રહ્યા છીએ. જો આ મૉડલ સફળ થાય છે, તો આ વર્ષના અંત સુધીમાં Meta વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા AI સહાયકોની યાદીમાં ટોચ પર પહોંચી જશે. માર્ક ઝકરબર્ગે કહ્યું કે લાખો લોકો દરરોજ AI નો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ i મૉડલ ટૂંક સમયમાં વધુને વધુ દેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં Meta એ Meta AI નામનું AI મૉડલ લૉન્ચ કર્યું છે, જેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. લોકોને આ ફિચર ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને તેનાથી લોકોને માહિતી મેળવવામાં ઘણી મદદ મળી રહી છે.
Llama 3.1 અને Llama 3માં શું છે અંતર -
માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે મેટાનું નવું AI મૉડલ ઘણી રીતે સારું અને અલગ છે. લામા 3.1 જૂના મૉડલ કરતાં વધુ ભાષાઓને સપોર્ટ કરે છે. આ સિવાય તે પહેલા મૉડલ કરતા વધુ તર્ક આપશે.
કંપનીએ નવા મૉડલમાં એક નવું AI ફિચર ઉમેર્યું છે, જેની મદદથી ઈમેજ પણ જનરેટ કરવામાં આવશે. સાથે જ લોકો કોઈપણ પ્રશ્નના સરળ અને સચોટ જવાબો મેળવી શકશે. આ એક અલ્ટ્રા-ફાસ્ટ મૉડલ હશે, જેને ગમે ત્યાં ચલાવી શકાય છે અને અલગ-અલગ કાર્યો કરી શકાય છે.