Meta - Take It Down: મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે 'ટેક ઇટ ડાઉન' ટૂલને રિલીઝ કરી દીધી છે. જે ટીનએજર્સને અતીતમાં અપલૉડ કરવામાં આવેલી ન્યૂડ ફોટોને હટાવવાનો ઓપ્શન આપશે. આ ટૂલને નેશનલ સેન્ટર ફૉર મિસિંગ એન્ડ એક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રન (NCMEC ) દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ ફિચરને લૉન્ચ કરવાનો હેતુ સેક્સટૉર્શનના કેસમાં કામ કરવાનો છે. 


ખરેખરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવા આજકાલ ન્યૂડ તસવીરો એક બીજા સાથે શેર કરી દે છે, જે પછી આ તસવીરોના બેઝ પર તેમને બ્લેકમેઇલ કે ડરાવવામાં આવતા હોય છે. ઘણીવાર આ તસવીરોને ઇન્ટરનેટ પર પબ્લિશ કરવાની ધમકી આપવામાં આવે છે, આનાથી બચવા માટે યૂઝર્સ વર્ષો સુધી આવા ખોટા ખોટા કામમાં જકડાઇ રહે છે, અને સામેવાળા વ્યક્તિના કહેવા પર શું શું કરે છે. આ બધાને ખતમ કરવા માટે મેટાએ આ ટૂલને લૉન્ચ કર્યુ છે.  


આ નવા ટૂલની મદદથી બાળકો કે તેના માતા પિતા વગેરે અતીતમાં કોઇ એવી તસવીરો (નગ્ન, કે અડધી નગ્ન) આ પ્લેટફોર્મ પર અપલૉડ કરવામાં આવી છે, તો તેને ડિલીટ કે ફેલાવવાથી રોકી શકશે. જેમ કે યૂઝર્સ ફોટોને હટાવવા માટે અપીલ કરશે તો આ તસવીર ડિજીટલ ફિંગરપ્રિન્ટમાં કન્વર્ટ થઇ જશે. જેને Hashes કહેવામાં આવે છે, અને પછી આ NCMECને શેર કરી દેવામાં આવશે. જો કોઇ તમારી તસવીરને ઇન્ટરનેટ પર અપલૉડ કરવાની કોશિશ કરે છે, તો ફેસબુક આ hash મેચિંગ ટેકનોલૉજીથી તેને બ્લૉક કરી દેશે અને અપલૉડ નહીં થવા દે. 


પરંતુ અહીં છે પેચ  -
ધ્યાન આપો, આ ટૂલ માત્ર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે જ રિલીઝ કરવામાં આવ્યુ છે, વૉટ્સએપ પર જો કોઇ એવી તસવીર શેર કરે છે, તો તેને ડિલીટ નથી કરી શકાતી. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ તે તસવીર (પહેલાથી અપલૉડ કરવામાં આવી કે મોકલવામાં આવી)માં છેડછાડ કે તેને એડિટ કરે છે, તો ત્યારે આ તસવીર પ્લેટફોર્મ પરથી ડિલીટ નહીં થઇ શકે. કેમ કે આને એક નવી તસવીર સમજવામાં આવે છે, આ માટે ફરીથી નવી તસવીરને રિપૉર્ટ કરવો પડશે. 


Layoffs Meta: માર્ક ઝકરબર્ગ ફરી એકવાર મોટા પાયે કરશે છટણી, કંપનીએ બનાવ્યો આ પ્લાન, રિપોર્ટમાં થયો ખુલાસો


Facebook Parent Meta Layoffs 2023: દુનિયાભરની મોટી કંપનીઓના કર્મચારીઓની છટણી અટકવાનું નામ નથી લઈ રહી. હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેટા ફરી એકવાર સમગ્ર વિશ્વમાં મોટા પાયે છટણી (Layoffs 2023) માટે આયોજન કરી રહ્યું છે. જાણો કંપનીએ આ અંગે શું પ્લાન બનાવ્યો છે. અને તેની પાછળનું કારણ શું છે.


હજારો કર્મચારીઓને અસર થશે


મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની મૂળ કંપની, થોડા દિવસોમાં કર્મચારીઓની મોટી છટણી જોઈ શકે છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, Facebook-પેરેન્ટ મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક પુનઃરચના અને કદ ઘટાડવાના પ્રયાસમાં વ્યસ્ત છે. આ સાથે, કંપની નોકરીમાં કાપના નવા રાઉન્ડની યોજના બનાવી રહી છે, જે હજારો કર્મચારીઓને અસર કરી શકે છે. એટલે કે ફરી એકવાર હજારો કર્મચારીઓને ફટકો પડી શકે છે.