Microsoft Outlook Down: રવિવાર (2 માર્ચ, 2025) ના રોજ, ઘણા માઇક્રોસોફ્ટ 365 (Microsoft 365) વપરાશકર્તાઓએ ઓનલાઇન ફરિયાદ કરી કે તેઓ પ્રોડક્ટને ઍક્સેસ કરવામાં અસમર્થ છે. ખાસ કરીને, વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે તેમને તેમના આઉટલુક (Outlook) ઇમેઇલ્સ ઍક્સેસ કરવામાં સમસ્યાઓ આવી રહી છે.
શનિવારે એક શોર્ટ આઉટેજના કારણે વિશ્વભરના હજારો વપરાશકર્તાઓના માઈક્રોસોફ્ટ આઉટલુક એકાઉન્ટ્સ લૉક થઈ ગયા. જોકે, ટેક જાયન્ટે પુષ્ટિ આપી કે સમસ્યા ઉકેલાઈ ગઈ છે, અને તે સમસ્યાની તપાસ કરી રહી છે. શનિવારે મોડી રાત્રે X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, આઉટલુક, એક્સેલ અને પાવરપોઈન્ટ જેવી સેવાઓનું સંચાલન કરતી માઇક્રોસોફ્ટ 365 એ જણાવ્યું હતું કે,અમે અસરનું સંભવિત કારણ ઓળખી કાઢ્યું છે અને અસર ઘટાડવા માટે શંકાસ્પદ કોડ પાછો કરી દીધો છે.
ટેક જાયન્ટે કહ્યું, "અમે અસરને સમજવા માટે ઉપલબ્ધ ટેલિમેટ્રી અને ગ્રાહક દ્વારા પૂરા પાડવામાં આવેલા લોગની સમીક્ષા કરી રહ્યા છીએ. અમે પુષ્ટિ કરી છે કે આ સમસ્યા વિવિધ માઇક્રોસોફ્ટ 365 સેવાઓને અસર કરી રહી છે. અમારી ટેલિમેટ્રી દર્શાવે છે કે અમારા ફેરફાર પછી મોટાભાગની અસરગ્રસ્ત સેવાઓ પુનઃપ્રાપ્ત થઈ રહી છે. બધી સેવાઓ માટે અસર ઉકેલાય ત્યાં સુધી અમે દેખરેખ રાખવાનું ચાલુ રાખીશું."
માઈક્રોસોફ્ટ આઉટલુક વિશ્વભરમાં ડાઉન છે. તેની સેવાઓ બંધ થઈ ગઈ. જેના કારણે યુઝરને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હજારો વપરાશકર્તાઓના માઈક્રોસોફ્ટ આઉટલુક એકાઉન્ટ લોક થઈ ગયા હતા. X પર મોડી રાત્રે લોકો આ બાબતે સતત પ્રતિક્રિયા આપી રહ્યા હતા. માઈક્રોસોફ્ટ 365 આઉટલુક, એક્સેલ અને પાવરપોઈન્ટ જેવી સેવાઓનું સંચાલન કરે છે. તેમણે કહ્યું, “અમે કારણ શોધી કાઢ્યું છે. તેને ઠીક કરવામાં આવી રહ્યું છે.
21 વર્ષ પછી આ ખાસ સેવા બંધ કરશે માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટે એક મોટો નિર્ણય લીધો છે. કંપની 21 વર્ષ પછી તેની એક ખાસ સેવા બંધ કરવા જઈ રહી છે. માઈક્રોસોફ્ટ સ્કાયપે સેવા બંધ કરી રહ્યું છે. દુનિયાભરમાં અબજો લોકો સ્કાયપે નામના વીડિયો કોલિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સ્કાયપે એક વોઇસ અને વિડીયો કોમ્યુનિકેશન એપ છે. તેને 2011 માં માઇક્રોસોફ્ટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો....