Microsoft Outlook : માઇક્રોસોફ્ટે આઉટલુક લાઇટમાં સ્થાનિક ભાષાને લગતી નવી સુવિધાઓ શરૂ કરી છે. આઉટલુક લાઇટ એ એક ઇમેઇલ અને SMS એપ્લિકેશન છે જે ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે તૈયાર કરવામાં આવી છે. જે તેમને એક જ જગ્યાએ ઇમેઇલ અને SMS મેનેજ કરવાનો વિકલ્પ આપે છે.



આઉટલુક લાઇટ દ્વારા માઇક્રોસોફ્ટ આઉટલુકની તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ નાની એપ્લિકેશનમાં પ્રદાન કરવામાં આવે છે. આ કોઈપણ નેટવર્ક પરના નાના ડિવાઇસ પર ઝડપી કામગીરીની ખાતરી આપે છે. નાની એપ્લિકેશન હોવા ઉપરાંત આઉટલુક લાઇટને ઉભરતા બજારના યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ દિશામાં આગળ વધીને આઉટલુક લાઇટમાં બે નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે આઉટલુક લાઇટમાં યુઝર્સને સ્થાનિક ભારતીય ભાષાઓ અને SMS માટે પણ સપોર્ટ આપવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય યુઝર્સ વધુ અસરકારક રીતે વાતચીત કરી શકશે.


આઉટલુક લાઇટમાં સ્થાનિક ભાષાઓમાં વૉઇસ ટાઇપિંગ, ટ્રાન્સલિટરેશન અને ઇમેઇલ વાંચવા જેવી ઘણી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે, જે તેને ભારતીય યુઝર્સની જરૂરિયાતો અનુસાર વધુ સમાવિષ્ટ અને અસરકારક બનાવે છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ પોતાની પસંદની ભાષામાં ઈમેલ લખી અને વાંચી શકશે.


આઉટલુક લાઇટ 5 ભાષાઓને સપોર્ટ કરશે


તેમની પસંદગી મુજબ યુઝર્સ હિન્દીમાં બોલીને ઈમેલ લખવા માંગતા હોય, તમિલમાં ઈમેઈલ ટાઈપ કરવા ઈચ્છતા હોય તેને આપોઆપ અંગ્રેજીમાં કન્વર્ટ કરવા માંગતા હોય કે પછી ઈમેલ ગુજરાતીમાં વાંચવા માંગતા હોય તેમને આ તમામ વિકલ્પો આઉટલુક લાઇટમાં સરળતાથી મળી જશે. હાલમાં પાંચ ભારતીય ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી અને ગુજરાતી સપોર્ટેડ છે. ટૂંક સમયમાં તેમાં વધુ ભાષાઓ ઉમેરવામાં આવશે. ભારતની ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં રાખીને તેમાં વધુને વધુ ભાષાઓ અને બોલીઓનો ઉમેરો કરવામાં આવશે. આઉટલુક લાઇટ દ્વારા તેઓને મહત્વપૂર્ણ એપોઇન્ટમેન્ટ, ટ્રાવેલ બુકિંગ, બિલ પેમેન્ટ અને ગેસ બુકિંગ જેવા રિમાઇન્ડર્સ પણ મળશે. કામની ધમાલ વચ્ચે લોકો ઘણીવાર આ નાની પણ મહત્વની બાબતોને ભૂલી જાય છે.


 SMS માટે લેગ્વેજ ટ્રાન્સલેશન સપોર્ટ ટૂંક સમયમાં Outlook Lite માં પણ ઉપલબ્ધ થશે. આની મદદથી યુઝર્સ તેમની મનપસંદ ભાષામાં મેસેજ વાંચી શકશે. તેમને એક જ ટેપથી ભાષા બદલવાનો વિકલ્પ મળશે. આ ખાસ કરીને એવા યુઝર્સ માટે ફાયદાકારક રહેશે જેઓ વિવિધ ભાષાઓમાં સંદેશા મેળવે છે અથવા જેમને વિવિધ પ્રદેશોના લોકો સાથે વાત કરવાની હોય છે.