જો તમે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 યુઝ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે 14 ઓક્ટોબર, 2015 પછી વિન્ડોઝ 10 માટે સપોર્ટ બંધ કરશે. આનાથી લાખો યુઝર્સ પ્રભાવિત થશે. હેકર્સ પણ આવા યુઝર્સ પર નજર રાખી રહ્યા છે. ઇન્ટરનેટ સિક્યોરિટી માટે કામ કરતી કંપની ESET એ જણાવ્યું હતું કે Windows 10 ધરાવતા યુઝર્સને  હેકર્સ નિશાન બનાવી શકાય છે. તેથી તેમણે તાત્કાલિક વિન્ડોઝ અપડેટ કરવું જોઈએ.


Windows 10 ને નહી મળે સિક્યોરિટી અપડેટ


ઓક્ટોબર 2025 પછી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 પર ચાલતા કમ્પ્યુટર્સ અને લેપટોપ્સને કોઈપણ સિક્યોરિટી અપડેટ્સ અને ટેકનિકલ સપોર્ટ મળશે નહીં. આનાથી હેકર્સ માટે આવી સિસ્ટમોને નિશાન બનાવવાનું સરળ બનશે. માઇક્રોસોફ્ટે એમ પણ કહ્યું છે કે સપોર્ટ સમાપ્ત થયા પછી વાયરસ અને માલવેર દ્વારા સિસ્ટમ પર હુમલો કરવાનું સરળ બનશે.


પરિસ્થિતિ ગંભીર છે - આઇટી નિષ્ણાત


આ અંગે, ESET ના IT સુરક્ષા નિષ્ણાત થોર્સ્ટન ઉર્બન્સકીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. જો તમે કોઈ મોટા ડિજિટલ ખતરાથી બચવા માંગતા હોવ તો તમારે તાત્કાલિક Windows અપડેટ કરવું જોઈએ. ઉર્બન્સ્કીએ વિન્ડોઝ 10 વાપરતા તમામ યુઝર્સને ચેતવણી પણ આપી છે. તેમનું કહેવું છે કે જે યુઝર્સ વિન્ડોઝ અપડેટ કરવા માટે ઓક્ટોબર સુધી રાહ જુએ છે તેઓ ખૂબ જોખમમાં છે અને સાયબર હુમલા અને ડેટા ચોરીનો સૌથી વધુ ભોગ બને છે.                                 


ઉકેલ શું છે?


નિષ્ણાતો કહે છે કે પહેલા વિન્ડોઝ અપડેટ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ કારણોસર વિન્ડોઝ અપડેટ કરી શકતી નથી તો તે મેકબુક અથવા લિનક્સ સિસ્ટમ પર જઈ શકે છે. આ ઉપરાંત નિષ્ણાતો સિક્યોરિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવાની અને તમારા ડેટાનો નિયમિત બેકઅપ લેતા રહેવાની સલાહ પણ આપી રહ્યા છે જેથી સાયબર હુમલાનું જોખમ ઓછું કરી શકાય.                                  


આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ