Mivi Earbuds: ટેક કંપની મીવી હવે માર્કેટમાં આવી છે, મીવીએ પોતાની નવી પ્રૉડક્ટને માર્કેટમાં ઉતારી છે. મીવીએ સુપરમૉડ્સ ઇયરબડ્સ લૉન્ચ કરીને તમામને ચોંકાવી દીધા છે. મીવીએ ભારતમાં તેની નવી ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ સુપરપોડ્સ કૉન્સર્ટો TWS ઇયરબડ્સ લૉન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં બનેલા આ ઇયરબડ્સમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક ઉત્તમ ઓડિયો અનુભવ આપે છે. કંપનીનો દાવો છે કે આ વાયરલેસ ઓડિયો ઉપકરણો ઉદ્યોગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે. આવો, આ ઇયરબડ્સની વિશેષતાઓ અને કિંમત વગેરે વિશે જાણીએ.
SuperPods Concerto TWS ઇયરબડ્સના ફિચર્સ
મીવીના આ ઇયરબડ્સમાં ડૉલ્બી ઓડિયો છે, જે અવાજને સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં LDAC સાથે ઉચ્ચ-રીઝૉલ્યૂશન ઓડિયો છે. આનાથી ગીતો સાંભળવાનો અનુભવ સુધરે છે. ઑડિયો સાંભળતી વખતે આસપાસનો અવાજ તમને ખલેલ પહોંચાડે નહીં તેની ખાતરી કરવા માટે, આ ઇયરબડ્સમાં એક્ટિવ નૉઇઝ કેન્સલેશન (ANC) સુવિધા છે. તે સંગીત અને કોલ દરમિયાન આસપાસના અવાજને ઘટાડે છે. તેની બેટરી અંગે કંપનીએ દાવો કર્યો છે કે એકવાર ચાર્જ કર્યા પછી, તે 60 કલાકનો પ્લેટાઇમ આપે છે.
કિંમત અને ઉપલબ્ધતા -
મીવીએ સુપરપોડ્સ કૉન્સર્ટો TWS ઇયરબડ્સ ચાર રંગોમાં ઉપલબ્ધ કરાવ્યા છે જેમાં મેટાલિક બ્લુ, સ્પેસ બ્લેક, મિસ્ટિક સિલ્વર અને રોયલ શેમ્પેનનો સમાવેશ થાય છે. તેમની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે કંપનીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
JBL ને મળશે ટક્કર
Mivi ની આ નવી ઓફર JBL Wave 200 સાથે સ્પર્ધા કરશે. JBL Wave 200 માં ટચ કંટ્રોલ દ્વારા કૉલ એક્ટિવેશન અને વોઇસ આસિસ્ટન્ટને નિયંત્રિત કરી શકાય છે. પાણી અને પરસેવા સામે રક્ષણ માટે તેમને IPX2 રેટિંગ આપવામાં આવ્યું છે. માઈક સાથે આવતા આ ઈયરબડ્સમાં 548 mAh બેટરી છે, જે 24 કલાક પ્લેટાઇમ આપે છે. કંપનીનું કહેવું છે કે 15 મિનિટ ચાર્જ કર્યા પછી, આનો ઉપયોગ એક કલાક સુધી કરી શકાય છે.