Tech News: મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જે તમને કહેશે કે આ તે જ છે જેની તમે રાહ જોઈ રહ્યાં હતા. વૉટ્સએપ સ્ટેટસ ફિચર માટે એક મોટું અપડેટ જાહેર કરવા જઈ રહ્યું છે, જેના પછી કેટલાક લોકો માટે આ ફીચર સમસ્યા બની જશે પરંતુ અન્ય લોકો માટે તે ગિફ્ટ પણ હશે.


WhatsApp સ્ટેટસમાં કરી શકશો ટેગ 
WhatsApp એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચર આવ્યા બાદ તમે તમારા સ્ટેટસમાં કોઈને ટેગ કરી શકશો. આ બિલકુલ એવું જ હશે જે પહેલાથી Instagram અને Facebook માં છે. તમે જેને પણ તમારા સ્ટેટસમાં ટેગ કરશો તેને ટેગ થવાની સૂચના મળશે.


સરળ શબ્દોમાં કહીએ તો, તમે જેના માટે સ્ટેટસ પોસ્ટ કરશો તે વ્યક્તિએ તેને કોઈપણ સંજોગોમાં જોવું પડશે. Wabetainfo એ WhatsAppના આ નવા ફિચર વિશે માહિતી આપી છે. નવા ફિચરનું ટેસ્ટિંગ વૉટ્સએપ એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.24.6.19 પર થઈ રહ્યું છે. જો તમે પણ બીટા યુઝર છો તો તમે આ ફિચર જોઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.


તમને જણાવી દઈએ કે WhatsApp અન્ય પ્રાઈવસી ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લેવામાં આવશે નહીં. WhatsApp આના પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. નવું ફિચર WhatsAppની પ્રાઈવસીનો એક ભાગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા અપડેટ પછી, તમે કોઈના વૉટ્સએપ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લઈ શકશો પરંતુ તે ખાલી રહેશે એટલે કે ફોટો દેખાશે નહીં. હાલમાં વૉટ્સએપના આ ફિચરનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નવું ફિચર WhatsApp એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.24.4.25 પર જોવામાં આવ્યું છે.